બાળક તમારી સાથે મન ખોલીને વાત નથી કરતું ? દરરોજ સાંજે તેને પૂછો આ સવાલો, વધશે પ્રેમ અને વિશ્વાસ !

બાળક સાથે રોજ થોડા પ્રેમાળ અને સમજદારીભર્યા સવાલો પૂછવાથી તે પોતાની લાગણીઓ, દિવસના અનુભવો અને મુશ્કેલીઓ મન ખોલીને શેર કરી શકે છે. આવા સંવાદથી માતા-પિતા અને બાળક વચ્ચેનો વિશ્વાસ, સમજણ અને લાગણીસભર જોડાણ વધુ મજબૂત બને છે.

| Updated on: Aug 12, 2026 | 1:50 PM
1 / 6
આજે સ્કૂલમાં શું થયું? બાળકને માત્ર સ્કૂલ કેવી હતી? પૂછવાને બદલે એવા સવાલો પૂછવા જોઈએ જે તેને પોતાની લાગણીઓ અને દિવસના અનુભવો વિશે વાત કરવા પ્રેરિત કરી શકે. એક સરળ અને પ્રેમાળ સવાલ બાળકને મન ખોલીને વાત કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. (Image Source | AI Generated)

2 / 6
આજે તને કઈ વાત પર હસું આવ્યું? આ સવાલથી બાળક દિવસની મજેદાર વાતો સાથે પોતાની અન્ય લાગણીઓ પણ શેર કરી શકે છે. હસવાની વાત કરતાં કરતાં તે પરીક્ષામાં થયેલી ભૂલ કે મિત્ર સાથે થયેલી કોઈ ઘટના વિશે પણ સરળતાથી વાત કરી શકે છે. (Image Source | AI Generated)

3 / 6
આજે લંચમાં તુ કોની સાથે બેઠો હતો? આ સવાલ બાળકના મિત્રો અને સામાજિક સંબંધો વિશે જાણવામાં મદદ કરી શકે છે. ક્યારેક બાળક “કોઈ સાથે નહીં” એવો જવાબ આપે તો તેની પાછળ એકલતા અથવા મિત્રોથી દૂર રાખવામાં આવવાની લાગણી પણ હોઈ શકે છે. (Image Source | AI Generated)

4 / 6
આજે દિવસનો સૌથી મુશ્કેલ ભાગ કયો હતો? બાળકને મુશ્કેલી વિશે વાત કરવાની તક આપવી ખૂબ જરૂરી છે. કોઈ બાળકને રમતગમતના વર્ગમાં મુશ્કેલી પડી હોય અથવા કોઈએ તેની મજાક કરી હોય તો માતા-પિતા તેને ઠપકો આપવાને બદલે પ્રેમથી સાંભળીને તેનો આત્મવિશ્વાસ વધારી શકે છે. (Image Source | AI Generated)

5 / 6
આજે તને કેવા વાતથી આશ્ચર્ય થયું? આ સવાલ બાળકને રોજિંદી ઘટનાઓથી આગળ વિચારીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તક આપી શકે છે. બાળક કોઈ શિક્ષક, મિત્ર અથવા વર્ગમાં બનેલી ઘટના વિશે વાત કરી શકે છે. આ રીતે માતા-પિતા અને બાળક વચ્ચે વિશ્વાસ, સમજણ અને લાગણીસભર જોડાણ વધુ મજબૂત બને છે. (Image Source | AI Generated)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | AI Generated)

Published On - 1:41 pm, Wed, 12 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.