
આ રાજવંશના એક અગ્રણી શાસક વનરાજ ચાવડા હતા, જેમને ગુજરાતમાં અણહિલવાડ (હાલમાં પાટણ)ના સ્થાપક માનવામાં આવે છે. 746 ની આસપાસ વનરાજ ચાવડાએ શાસનનો પાયો નાખ્યો હતો.

અણહિલવાડ-પાટણ પાછળથી ચાલુક્ય (સોલંકી) વંશની રાજધાની પણ બન્યું છે. ચાવડા રાજવંશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર પોતાનું શાસન સ્થાપિત કર્યું છે.

તેમનું શાસન મૌર્ય અને ગુપ્ત રાજવંશોને અનુસરતું હતું,અને તે પ્રતિહાર અને ચાલુક્યોથી પણ પ્રભાવિત હતું. ચાવડા વંશના વારસદારો પાછળથી સોલંકી વંશમાં ભળી ગયા હતા.

ચાવડા અટકમાંથી સોલંકી, વાઘેલા સહિતની અટકો છૂટી પડેલી છે. આ ઉપરાંત ભારતમાં અન્ય સમુદાયમાં પણ ચાવડા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

ચાવડા જાતિ મુખ્યત્વે રાજપૂત વંશનો એક ભાગ છે, પરંતુ સમય સાથે આ જાતિના લોકો વિવિધ સમાજ અને સમુદાયોમાં વિભાજિત થયા.

ચાવડા રાજવંશ હિન્દુ ધર્મનો અનુયાયી હતો અને તેમણે ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળોનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ જૈન ધર્મમાં પણ આસ્થા ધરાવતા હતા. ખાસ કરીને ગુજરાત ક્ષેત્રમાં ચાવડા વંશ તેમનું શાસન હતું.

ચાવડા વંશનો ઇતિહાસ ગુજરાતના પ્રાચીન શાસન અને રાજકીય પરિવર્તનો સાથે સંકળાયેલો છે. વનરાજ ચાવડાના શાસન દરમિયાન પાટણ મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતુ. વર્તમાન સમયમાં ચાવડા વંશ ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 8:54 am, Fri, 18 April 25