
ઉત્તરાખંડમાં આ વર્ષે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. રજિસ્ટ્રેશન વગર કોઈ પણ પ્રવાસીને મુસાફરીની પરવાનગી આપવામાં આવશે નહી. 19 એપ્રિલથી શરુ થવા જઈ રહેલી ચારધામ યાત્રામાં જવા માટે શ્રદ્ધાળુઓ ઘરે બેસી વેબસાઈટ,મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો.

મુસાફરોની સુવિધા માટે આ વખતે ઓનલાઈનની સાથે-સાથે ઓફલાઈન રજિસ્ટ્રેશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

ઓફલાઈન રજિસ્ટ્રેશન માટે કુલ 50 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. પરંતુ ઓનલાઈન માધ્યમથી તમે ઘરે બેસીને પણ તમારું ચારધામ માટે રજિસ્ટ્રેશન સરળતાથી કરી શકો છો.

ચાર ધામ યાત્રા માટે કેવી રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ચાલો જાણીએ.જો તમે વેબસાઈટ દ્વારા રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો. સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જવાનું રહેશે.

વેબસાઈટના હોમપેજ પર 'Register/Sign In' ના વિકલ્પ પર ક્લિક કરો અને તમારી જાણકારી (નામ,મોબાઈલ નંબર) એડ કરો. લોગ ઈન કર્યા બાદ 'Create/Manage Tour' નો વિકલ્પ પસંદ કરો. અહી તમારા પ્રવાસની તારીખ ક્યાં ક્યા ધામ જઈ રહ્યા છો. તે એડ કરો.

Add Pilgrim પર ક્લિક કરી તમામ ડિટેલ્સ ભરો. આ સાથે તમારે તમારું (આધાર કાર્ડ, વોટર આઈડી વગેરે) અપલોડ કરવાનું રહેશે.પ્રકિયા પુરી થયા બાદ એક યુનિક રજિસ્ટ્રેશન નંબર(URN) જનરેટ થશે. ત્યારબાદ તમે તમારું 'ટ્રાવેલ રજીસ્ટ્રેશન ફોર્મ' ડાઉનલોડ કરો.

રજિસ્ટ્રેશન મોબાઇલ એપ અથવા વોટ્સએપ દ્વારા પણ કરી શકાય છે.ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓ મોબાઈલ એપ'Tourist Care Uttarakhand' ડાઉનલોડ કરીને પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે.

આ સિવાય વોટ્સએપ નંબર 8394833833 પર મેસેજ મોકલીને પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશનના પહેલા દિવસે 1 લાખ થી વધારે શ્રદ્ધાળુઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. (ALL PHOTO : Tourist Care Uttarakhand)