
બ્રહ્મ મુહૂર્ત (સવારે 4:00 થી 6:00AM)યોગ, ધ્યાન, મંત્ર જપ અને પૂજા માટે શ્રેષ્ઠ. સૂર્યોદય પછી (6:00 થી 8:00AM) હવન, નિત્ય પૂજા, સ્તોત્ર પાઠ માટે ઉત્તમ. સંધ્યા સમયે (સૂર્યાસ્ત પછી 6:00 થી 8:00PM)આરતી, ઉપાસના અને પ્રાર્થના માટે શુભ. ( Credits: Getty Images )

સવારનો બ્રહ્મ મુહૂર્ત, શુભ તિથિ અને ગ્રહસ્થિતિ મુજબ યોગ્ય દિવસો અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ વિશિષ્ટ અનુષ્ઠાન કરવા, તો યોગ્ય મુહૂર્ત માટે જ્યોતિષ પરામર્શ કરવું વધુ લાભદાયી થઈ શકે. ( Credits: Getty Images )

ચૈત્ર નવરાત્રિ માં માતા દુર્ગાની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. નવ દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને ધાર્મિક પ્રભાવ વધે છે. ( Credits: Getty Images )

અનુષ્ઠાન કરવાથી વ્યક્તિની ધાર્મિક અને આધ્યાત્મિક શ્રદ્ધામાં વૃદ્ધિ થાય. ધ્યાન અને ઉપવાસ જેવા અનુષ્ઠાનો મન અને મગજને શાંત રાખે છે. સામૂહિક અનુષ્ઠાન દ્વારા લોકો એકબીજા સાથે જોડાઈ શકે છે. પવિત્ર ક્રિયાઓ દ્વારા માનસિક અને શારીરિક શુદ્ધિ થાય છે. ( Credits: Getty Images )

અનુષ્ઠાન કરવા માટે યોગ્ય સમય અને સ્થળ પસંદ કરવું, નિયમ અને પરંપરાઓ અનુસાર શિસ્તબદ્ધ રીતે અનુષ્ઠાન કરવું, શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવું , સાત્વિક આહાર અને શુદ્ધતાનો ભાવ રાખવો ( Credits: Getty Images )

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ) ( Credits: Getty Images )