
બાઇકનું ટાયર બાઇકની માઇલેજ, રાઇડિંગ પરફોર્મન્સ પર સીધી અસર કરે છે. બાઇકના ટાયરની પણ એક નિશ્ચિત આયુષ્ય મર્યાદા હોય છે.

નિર્ધારિત કિલોમીટર ચાલ્યા પછી બાઇકના ટાયર ઘસાઈ જાય છે અને તેને બદલવાની જરૂર પડે છે. બાઇકના ટાયરની પકડ (ગ્રિપ) ઓછી થઈ જાય અથવા ઘસાઈ જાય તો ટાયરને તરત જ બદલવું જોઈએ.

સામાન્ય રીતે બાઇકનું ટાયર 30,000 કિલોમીટર સુધી સારી સ્થિતિમાં રહી શકે છે. તે પછી સલામતીના કારણોસર ટાયર બદલવું જરૂરી બની જાય છે.

જો ટ્યુબલેસ ટાયર વારંવાર પંચર થતા હોય તો તેને તરત જ બદલવું જરૂરી હોય છે. ઘણા લોકો ટાયર બદલવામાં વિલંબ કરે છે. જેના કારણે અકસ્માત થઈ શકે છે.

બાઇકના ટાયરની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. સમયસર ટાયર બદલવું તમારી મુસાફરીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકે છે.

મોટાભાગના સ્ટાન્ડર્ડ ટાયર 40,000થી 50,000 કિમી સુધી ચાલી શકે છે. હાઇવે પર કાર ચલાવવાથી ટાયર લાંબા સમય સુધી ચાલી શકે છે. જ્યારે શહેરમાં ભારે ટ્રાફિક હોવાના કારણે તે ઝડપથી ખરાબ થઈ શકે છે.

કાર કેટલા કિલોમીટર ચાલી છે તે મહત્વનું નથી પરંતુ ટાયરની ઉત્પાદન તારીખથી 5થી 6 વર્ષ પછી તેને બદલવું જરૂરી છે. સમય જતાં ટાયરના રબરની લવચીકતા અને ગ્રિપ ઘટે શકે છે. જેના કારણે ટાયર ફાટવાની અને અકસ્માત થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 11:01 am, Wed, 3 June 26