કેન્સરની સારવાર દરમિયાન વાળ કેમ ખરવા લાગે છે ? નિષ્ણાત પાસેથી જાણો મહત્વની સલાહ

કેન્સર એક ગંભીર રોગ છે. જેનાથી લોકોનું જીવન જોખમમાં આવી શકે છે. કીમોથેરાપી દ્વારા કેન્સરની સારવાર દરમિયાન ઘણા દર્દીઓના વાળ ખરવા લાગે છે. પરંતુ તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ ઘણાં લોકોને ખબર નથી. ચાલો, નિષ્ણાત પાસેથી જાણીએ.

| Updated on: Aug 04, 2026 | 8:29 AM
1 / 6
કેન્સર એક ગંભીર રોગ છે. જેનાથી લોકોનું જીવન જોખમમાં આવી શકે છે. જોકે, તબીબી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને કારણે હવે કેન્સરની સારવાર પહેલા કરતાં વધુ અસરકારક બની છે. કેન્સરની સારવારમાં આપવામાં આવતી કીમોથેરાપીનો એક સામાન્ય સાઇડ ઇફેક્ટ એટલે વાળ ખરવા છે.(Image Source | iStock)

2 / 6
ડૉ. જે.બી. શર્મા (ડિરેક્ટર, એક્શન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઑન્કોલોજી એન્ડ ઇમ્યુનોથેરાપી, એક્શન કેન્સર હોસ્પિટલ, દિલ્હી) જણાવે છે કે કીમોથેરાપીનો મુખ્ય હેતુ કેન્સરના કોષોનો નાશ કરવાનો હોય છે. (Image Source | iStock)

3 / 6
પરંતુ કીમોથેરાપીની અસર શરીરની કેટલીક સ્વસ્થ કોષો પર પણ થઈ શકે છે. આપણા વાળના ફોલિકલ્સ (વાળની જડ) ખૂબ ઝડપથી વધતા કોષોથી બનેલા હોય છે. તેથી કીમોથેરાપી દરમિયાન વાળ ખરવા એ સામાન્ય બાબત છે. (Image Source | iStock)

4 / 6
સામાન્ય રીતે સારવાર શરૂ થયાના 2થી 3 અઠવાડિયા પછી વાળ ખરવાની શરૂઆત થઈ શકે છે. કેટલાક દર્દીઓમાં માત્ર માથાના વાળ ખરતા હોય છે. જ્યારે કેટલાકમાં આઈબ્રો તેમજ શરીરના અન્ય ભાગોના વાળ પણ ખરવા લાગે છે. જોકે નિષ્ણાતોના મુજબ, ગભરાવાની જરૂર નથી કારણ કે મોટાભાગના કેસોમાં આ અસર અસ્થાયી હોય છે. (Image Source | iStock)

5 / 6
કીમોથેરાપી પૂર્ણ થયા પછી થોડા અઠવાડિયા અથવા મહિનાઓમાં વાળ ફરીથી ઉગવા લાગી શકે છે. શરૂઆતમાં નવા વાળનો રંગ અથવા તેની રચના પહેલાં કરતાં થોડી અલગ હોઈ શકે છે. ઉપરાંત દરેક કીમોથેરાપીની દવાથી વાળ ખરતા જ હોય એવું નથી અને દરેક દર્દીમાં તેની અસર પણ સમાન હોય તે જરૂરી નથી. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. (Image Source | iStock)

Published On - 8:28 am, Tue, 4 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.