કેનેડા દેશમાં આવેલા ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સનાતન ધર્મમા માનતા ભારતીય પરીવારો દ્વારા કેનેડામાં આ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીય પરીવારોએ સનાતન ધર્મની આસ્થા આવનારી પેઢીઓને યાદ રહે માટે આયોજન કર્યુ.
વિદેશમાં રહેતા તમામ ભારતીય પરિવારજનોએ હર્ષોલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાભ લીધો હતો.
કેનેડાના રસ્તા પર નિલળેલી આ યાત્રામાં બાળકો વડીલોથી લઈ તમામ વૃદ્ધો પણ જોડાયા હતા અને કેનેડામાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.