
બદ્ધ કોનાસન કરવા માટે સૌપ્રથમ યોગ મેટ પર દંડાસનની સ્થિતિમાં બેસીને પીઠ અને કરોડરજ્જુને સીધી રાખો. ત્યારબાદ ઘૂંટણોને વાળીને બંને પગના તળિયાને એકબીજા સાથે જોડો. હાથની મદદથી પગના અંગૂઠા પકડીને એડીઓને ધીમે ધીમે પેલ્વિસ તરફ નજીક લાવો. હવે ઘૂંટણોને શક્ય તેટલા આરામથી જમીન તરફ છોડો અને ઊંડા શ્વાસ-ઉચ્છ્વાસ સાથે 1થી 5 મિનિટ સુધી આ સ્થિતિ જાળવો. અંતમાં, ધીમે અને સંયમપૂર્વક પગને ફરી સીધા કરીને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો. ( Credits: AI Generated )

આ આસન ઘણા લાભો ધરાવતું હોવા છતાં, આરોગ્ય વિશેષજ્ઞો તેની યોગ્ય રીત અને જરૂરી સાવચેતી સાથે પ્રેક્ટિસ કરવાની સલાહ આપે છે. જેમને હિપ્સ, ઘૂંટણ અથવા કરોડરજ્જુ સંબંધિત ઈજા કે ગંભીર તકલીફ હોય, તેમણે આ આસન કરવાનું ટાળવું જોઈએ. તેના લાભો સલામત અને અસરકારક રીતે મેળવવા માટે અનુભવી અને તાલીમ પ્રાપ્ત યોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ યોગાભ્યાસ કરવો વધુ યોગ્ય ગણાય છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )