
તમને જણાવી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડ કંપની ફ્રેન્કલિન ટેમ્પલટનના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં રોકાણકારો માટે ઇક્વિટી શેરબજારમાં રિટર્ન છેલ્લા ત્રણ વર્ષ જેટલું સારું નહીં હોય. કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આર જાનકીરામને જોકે, પત્રકારોને જણાવ્યું હતું કે વળતર "યોગ્ય" હશે અને તે અન્ય એસેટ ક્લાસને પાછળ રાખી દેશે.

આ IPO એવા સમયે આવે છે જ્યારે બેન્ચમાર્ક સૂચકાંકો નવા ઓલ-ટાઈમ હાઈને સ્પર્શે છે અને ઈક્વિટી માર્કેટમાં ઊંચા મૂલ્યાંકન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં મોટી સંખ્યામાં આઈપીઓ તરફ ઈશારો કરતા તેમણે જણાવ્યું હતું કે નવી લિસ્ટેડ કંપનીઓ રોકાણ કરવામાં આવતા વધારાના ભંડોળને ગ્રહણ કરવા માટે માર્ગો બનાવી રહી છે. કંપનીઓમાં ઇક્વિટી રિટર્ન છેલ્લાં કેટલાંક વર્ષોથી અર્નિંગ ગ્રોથ કરતાં વધુ સારું રહ્યું છે અને રોકાણકારોએ હવે રિવર્સ થવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.