
ઘણા દુકાનદારો પાસે Unlimited Wi-Fi પ્લાન હોય છે, હવે આ ડેટા આખો વપરાતો નથી. એવામાં હવે દુકાનદારો બચેલ ડેટાને બીજા વ્યક્તિ સાથે વેચી શકે છે.

ગ્રાહક માત્ર ₹5 થી ₹10 સુધી ચૂકવીને એક દિવસનું ઇન્ટરનેટ યુઝ કરી શકે છે, જેનાથી દુકાનદારો મહિને હજારથી પણ વધુની આવક મેળવી શકે છે.

PM-WANI યોજના હેઠળ ડેટા પ્લાન્સ પણ ખૂબ જ લોકપ્રિય અને સસ્તા છે. જેમ કે ₹6માં 1GB ડેટા માટે 1 દિવસની વેલિડિટી, ₹9માં 2GB ડેટા માટે 2 દિવસ, ₹18માં 5GB ડેટા માટે 3 દિવસ, ₹25માં 20GB ડેટા માટે 7 દિવસ, ₹49માં 40GB ડેટા માટે 14 દિવસ અને ₹99માં 100GB ડેટા આખા મહિના માટે ઉપલબ્ધ હોય છે. આમાં તમે તમારા મુજબ પ્લાન બનાવી શકો છો અને યુઝર્સને ડેટા વેચી શકો છો.

આ યોજના સાથે જોડાવા માટે તમારી પાસે તમારું પોતાનું ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે, જેમ કે JioFiber, Airtel અથવા BSNLનું Unlimited પ્લાન. ત્યારબાદ તમારે Wi-Fi હોટસ્પોટ ડિવાઈસ લગાવવું પડશે, જેના આધારે તમે તમારા વિસ્તારમાં સર્વિસ આપી શકો.

આ પછી તમારે કોઈ માન્યતા પ્રાપ્ત PDOA (Public Data Office Aggregator) કંપની સાથે જોડાવું પડશે, જેમ કે C-DOT જે તમને યુઝર લોગિન સિસ્ટમ, OTP દ્વારા એક્સેસ અને પ્લાન સેટ કરવાની મદદ આપે છે.

આ પછી તમે pmwani.gov.in પર જઈને તમારું નામ, મોબાઈલ નંબર, દુકાનનું સરનામું અને ઇન્ટરનેટ વિગતો આપીને રજીસ્ટ્રેશન કરી શકો છો. હવે તમે લોગિન વિગતોના આધારે તમારો પ્લાન સેટ કરી શકો છો અને ઓફિશિયલ રીતે ઇન્ટરનેટ સર્વિસ આપવાનું શરૂ કરી શકો છો. ટૂંકમાં જોઈએ તો, આનાથી તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો.
Published On - 7:12 pm, Fri, 30 May 25