‘Budget 2026’ સામાન્ય જનતા માટે ખુશખબર લાવશે કે પછી ચિંતાનો વિષય બનશે? આખરે શું સસ્તું થશે અને શું મોંઘુ થશે?

આવતા નાણાકીય વર્ષ માટે તૈયાર થઈ રહેલા 'Budget 2026' ની સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે? આ એક સૌથી મોટો પ્રશ્ન છે કે, જેની ચર્ચા મોટાભાગના લોકો કરી રહ્યા છે.

| Updated on: Jan 16, 2026 | 7:26 PM
1 / 8
મોર્ગન સ્ટેનલીના તાજેતરના રિપોર્ટ અનુસાર, પાછલા બજેટમાં વ્યક્તિગત આવકવેરામાં (Personal Income Tax) ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ટેક્સ કલેક્શન અપેક્ષા કરતા ઓછું રહ્યું, જેના કારણે સરકારની આવક પર દબાણ વધ્યું હતું.

2 / 8
આવા સંજોગોમાં, આ વખતે ટેક્સ રિબેટ અથવા સ્લેબમાં મોટા ફેરફારોની શક્યતા ઓછી છે. રિપોર્ટ મુજબ, સરકાર નાના સુધારા, મર્યાદિત કપાત અને રિબેટ ટ્યુનિંગ દ્વારા સામાન્ય માણસને થોડી રાહત આપી શકે છે પરંતુ મોંઘવારી પર નિયંત્રણ તેમજ મહેસૂલ એકત્રિત કરવાની પ્રાથમિકતા પહેલી રહેશે.

3 / 8
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, પાછલા બજેટમાં પર્સનલ ઇન્કમ ટેક્સમાં ઘટાડો કરવા છતાં ટેક્સ ગ્રોથ માત્ર 6.8% રહ્યો હતો, જ્યારે અપેક્ષા 21.6% ની હતી. આને કારણે સરકારે ખર્ચ માટે નવા સ્ત્રોત શોધવા પડ્યા હતા.

4 / 8
Budget 2026 માં ટેક્સ સ્લેબમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી દેખાય છે. સામાન્ય માણસને નાના બ્રેકેટ એડજસ્ટમેન્ટ, રિબેટ અથવા મર્યાદિત કપાતના સ્વરૂપમાં થોડી રાહત મળી શકે છે. બીજી તરફ, આવક વધારવા માટે અમુક વેટ (VAT) અથવા સેવા શુલ્કમાં ફેરફારની શક્યતા રહેલી છે, જેની અસર રોજિંદી ચીજવસ્તુઓની કિંમતો પર પડી શકે છે.

5 / 8
સરકારી સબસિડી અને ટેરિફમાં સંભવિત ફેરફારોને કારણે પેટ્રોલ-ડીઝલ, ગેસ અને વીજળી પર મોટી રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. બીજી તરફ, ઘરેલું ઉત્પાદન (Manufacturing) અને MSME ને પ્રોત્સાહન મળવાને કારણે ઇલેક્ટ્રોનિક્સ, ટેક અને એફોર્ડેબલ હાઉસિંગ (પરવડે તેવા આવાસો) જેવી વસ્તુઓની કિંમતો સ્થિર રહી શકે છે અથવા સસ્તી થઈ શકે છે.

6 / 8
વધુમાં મળતી માહિતી મુજબ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ વધશે. આનાથી રોડ, રેલવે, પાણી અને આરોગ્ય સેવાઓમાં સુધારો થશે. આ સામાન્ય માણસના રોજિંદા જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરશે.

7 / 8
બજેટ 2026 માં MSME અને રોજગાર વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી શકે છે. સરકાર સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) અને ડિજિટલ સ્કિલ્સ પર ભાર મૂકશે તેમજ નાના-મધ્યમ ઉદ્યોગો માટે સરળ ક્રેડિટ પોલિસી અને રોકાણ પેકેજ લાવશે. આની સીધી અસર નોકરી અને વ્યવસાયની નવી તકોમાં જોવા મળશે.

8 / 8
બીજી તરફ, લક્ઝરી અને આયાતી વસ્તુઓ (Imported Items) મોંઘી થઈ શકે છે, જેથી કેપેક્સ (Capital Expenditure) અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચ માટે વધારાનું મહેસૂલ એકત્રિત કરી શકાય.