Gujarati News Photo gallery Budget 2024 : Who gets the power to present the budget know interesting facts including exceptional cases
Budget 2024 : બજેટ રજૂ કરવાની સત્તા કોને મળે છે? જાણો અપવાદરૂપ કિસ્સા સહિતની રસપ્રદ માહિતી
Budget 2024 : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી 01 ફેબ્રુઆરી 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ એપ્રિલ-મે 2024માં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું બજેટ છે. બજેટ રજૂ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
1 / 6
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી 01 ફેબ્રુઆરી 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ એપ્રિલ-મે 2024માં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું બજેટ છે. બજેટ રજૂ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે પરંતુ તેની તૈયારી ઘણા સમય અગાઉથી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન મનમાં ઉઠે છે કે ભારતીય બજેટ વિશે બંધારણ શું કહે છે અને સરકાર તેને રજૂ કરવા માટે શું તૈયારી કરે છે?
2 / 6
બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ નથી. જો કે, બંધારણની કલમ 112 માં વાર્ષિક નાણાકીય નિવેદનની વાત કરવામાં આવી છે. આ કલમ હેઠળ જ સરકાર માટે દર વર્ષે તેની કમાણી અને ખર્ચનો હિસાબ આપવો ફરજિયાત છે. આ કલમ મુજબ જોઈએ તો રાષ્ટ્રપતિને બજેટ રજૂ કરવાનો અધિકાર છે. દેશમાં રાષ્ટ્રપતિ પોતે બજેટ રજૂ કરતા નથી પણ તેઓ સરકારના કોઈ મંત્રીને તેમના વતી બજેટ રજૂ કરવા માટે કહી શકે છે.
3 / 6
થોડા સમય અગાઉ જ દેશમાં અપવાદરૂપ કિસ્સો બન્યો હતો. આ સમયે એટલેકે વર્ષ 2019માં જ્યારે નાણામંત્રી અરુણ જેટલી બીમાર હતા ત્યારે પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું. જો કે સામાન્ય રીતે દેશમાં નાણામંત્રી બજેટ રજૂ કરે છે.
4 / 6
બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ bougette પરથી આવ્યો છે જેનો અર્થ ચામડાની થેલી એવો થાય છે. એવું માનવામાં આવે છે કે સરકાર તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં વપરાયો હતો જે સમય જતા ભારત સુધી પહોંચ્યો છે. હાલના સમયમાં થેલી નહીં ટેબ્લેટમાં વાંચી બજેટ રજૂ કરાય છે.
5 / 6
બજેટ એક વર્ષનો હિસાબ છે. બજેટ રજૂ કરતા પહેલા એક સર્વે કરવામાં આવે છે જેમાં સરકારની કમાણીનો અંદાજ લગાવવામાં આવે છે. બજેટમાં સરકાર કર, નૂર ભાડા અને વિવિધ મંત્રાલયો દ્વારા કેટલી કમાણી કરશે તેનો અંદાજ લગાવે છે. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે આગામી વર્ષમાં કેટલો સરકારી ખર્ચનો અંદાજ આવશે.
6 / 6
ભારતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. બજેટ બનાવવામાં નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયોની માહિતી સામેલ છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતીઓન આધારે ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. આ પછી બજેટ બનાવવાનું કામ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.