Budget 2024: બજેટની પ્રક્રિયા અંતિમ ચરણમાં પહોંચી, નાણાં મંત્રી નિર્મળા સીતારામણે હલવા સેરેમની યોજી

|

Jan 25, 2024 | 6:47 AM

Budget 2024 : વાસ્તવમાં દરેક ભારતમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મોઢું મીઠુ કરવાની પરંપરા છે. આ પરંપરા હેઠળ બજેટ રજૂ કરતા પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ત્રણ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ વચગાળાનું બજેટ 2024 પણ પેપરલેસ હશે.

1 / 6
Budget 2024 ના વચગાળાના બજેટની તૈયારીના છેલ્લા તબક્કાના પ્રતીક તરીકે હલવા સમારોહનું આયોજન 24 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડની હાજરીમાં નોર્થ બ્લોક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

2 / 6
હલવા સમારોહમાં કેન્દ્રીય નાણામંત્રી સાથે નાણા અને ખર્ચ સચિવ ડો.ટી.વી. સોમનાથન, આર્થિક બાબતોના સચિવ અજય સેઠ, DIPAM સચિવ તુહિન કાંત પાંડે, મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા, સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ એટલેકે CBDTના અધ્યક્ષ નીતિન ગુપ્તા, સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ એટલેકે CBICના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલ અને વધારાના સચિવ (બજેટ) સિવાય આશિષ વાછાણી, બજેટની તૈયારી અને સંકલન પ્રક્રિયા સાથે સંકળાયેલા નાણા મંત્રાલયના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

3 / 6
વાસ્તવમાં દરેક ભારતમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મોઢું મીઠુ કરવાની પરંપરા છે. આ પરંપરા હેઠળ બજેટ રજૂ કરતા પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે.

4 / 6
આ સમારંભ બજેટ સાથે સંબંધિત અધિકારીઓને બહારની દુનિયાથી અલગ રાખવા માટે પણ કરવામાં આવે છે. તેનો હેતુ બજેટના નિર્ણયો અથવા નીતિઓની ગુપ્તતા જાળવવાનો છે. આ અધિકારીઓ એક રીતે નજરકેદ રહે છે. નાણામંત્રી લોકસભામાં તેમનું બજેટ ભાષણ પૂરું કરે પછી જ તેઓ આગળ આવે છે.

5 / 6
 છેલ્લા ત્રણ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ, વચગાળાનું બજેટ 2024 પણ પેપરલેસ હશે. તમામ બજેટ દસ્તાવેજો "યુનિયન બજેટ મોબાઇલ એપ" ​​પર ઉપલબ્ધ હશે.

6 / 6
બજેટ બે ભાષાઓમાં છે અંગ્રેજી અને હિન્દી... આ એપ www.indiabudget.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. બજેટ દસ્તાવેજો 1 ફેબ્રુઆરી 2024 ના રોજ સંસદમાં નાણાં પ્રધાનનું બજેટ ભાષણ પૂરું થયા પછી મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે.

Next Photo Gallery