
મિથુન રાશિ માટે બુદ્ધિ વૃદ્ધિ અને ચિંતામુક્તિનો યોગ બને છે. બાળકોને શિક્ષણસામગ્રી દાન કરો અને બુદ્ધમૂર્તિ સામે ધ્યાન કરવું લાભદાયી છે. કર્ક રાશિના લોકો માટે માનસિક શાંતિ અને કુટુંબમાં સુખ માટે ચંદ્રદેવને દુધ અર્પણ કરો અને ચાંદી દાન કરો. (Credits: - Canva)

સિંહ રાશિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું અને બ્રાહ્મણોને પીળા કપડાં દાન કરવાથી યશ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કન્યા રાશિના જાતકો માટે આરોગ્ય સુધારવા અને કાર્યક્ષેત્રમાં સફળતા માટે તુલસી પૂજા અને “ૐ બુધાય નમઃ” મંત્ર જાપ કરવો શુભ રહે છે. (Credits: - Canva)

તુલા રાશિના લોકો માટે દામ્પત્ય સુખ અને ઘરલક્ષ્મી માટે વિધવા સ્ત્રીઓને સફેદ વસ્તુઓ દાન કરો અને લક્ષ્મી-વિષ્ણુની આરાધના કરો. વૃશ્ચિક રાશિના જાતકો માટે અધ્યાત્મિક ગતિવિધિઓ અને અટકેલા કાર્યોમાં પ્રગતિ માટે કાળી વસ્તુઓનું દાન અને શનિ ઉપાય કરવો શુભ છે. અને “ૐ કેતવે નમઃ” મંત્ર જાપ કરો. (Credits: - Canva)

ધન રાશિના લોકોને ગુરુની કૃપાથી ધર્મ માર્ગ અને નોકરીમાં લાભ મળે છે, બ્રાહ્મણોને દાન અને ગાયને રોટલી ખવડાવવી શુભ છે. અને “ૐ બૃહસ્પતયે નમઃ” મંત્ર જાપ કરો. મકર રાશિએ કાર્યક્ષેત્રમાં સફળતા અને નવા વ્યવસાય માટે શનિદેવની પૂજા અનેકુદરતી નદીમાં તલ અર્પણ કરો. શનિ મંત્ર- ૐ શનૈશ્ચરાય નમઃ. આ મંત્રના જાપથી વિઘ્નો દૂર થઇ શકે છે. (Credits: - Canva)

કુંભ રાશિના જાતકો માટે માનસિક શાંતિ માટે જરૂરિયાતમંદોને કપડા અને ધર્મગ્રંથોનું દાન કરવું શ્રેષ્ઠ છે. “ૐ નમઃ શિવાય” જાપ કરો. મીન રાશિના જાતકો માટે આરોગ્ય અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરવો અને “ૐ નમઃ શિવાય” જાપ કરવો ઉત્તમ રહેશે. (Credits: - Canva)

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)