
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પંચમુખી હનુમાનજીની છબી મૂકવાનું શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા ઘરની સ્થિરતા અને સંપત્તિને પ્રભાવિત કરતી હોય છે. છબી લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે હનુમાનજીનું મુખ દક્ષિણ દિશામાં હોય, કારણ કે આ દિશા થકી નકારાત્મક ઊર્જા વધુ પ્રવેશતી હોય છે. આ કરવાથી થી ઘરમાં સકારાત્મકતા વધી શકે છે અને રહેવાસીઓના આરોગ્ય અને જીવનમાં સંતુલન રહે છે. ( Credits: Getty Images )

પંચમુખી હનુમાનજીની છબી સ્થાપિત કરતા પહેલા, તે સ્થાનને સાફસૂફ કરો અને શુદ્ધિ માટે થોડું ગંગાજળ છાંટો. ત્યારબાદ ધૂપ, દીવો, ફૂલો અને પ્રસાદ અર્પણ કરીને ભાવપૂર્વક પૂજન કરો. આ સમયે ‘ૐ હ્રં હનુમતે નમઃ’ મંત્રનો જાપ કરવો અત્યંત શ્રેયસ્કર માનવામાં આવે છે. છબીની ઊંચાઈ એવી હોવી જોઈએ કે દરરોજ તેના સરળ દર્શન થાય. મંગળવાર કે શનિવારના શુભ દિવસે આ છબી સ્થાપિત કરવું વધુ પાવન માનવામાં આવે છે, કારણ કે આ દિવસો હનુમાનજી સાથે સંકળાયેલા છે. આવી રીતથી સ્થાપન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને શાંતિ અનુભવાય છે. ( Credits: Getty Images )

જ્યારે પંચમુખી હનુમાનજીની છબી યોગ્ય દિશામાં સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તે ઘરના વાતાવરણમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરીને શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ ઊભું કરે છે. આ ઉપાય વાસ્તુ દોષોનો નાશ કરે છે અને અદૃશ્ય દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે. હનુમાનજીના સ્મરણથી મનોબળ વધે છે અને જીવનની મુશ્કેલીઓ થોડી હદે સરળ બને છે. આવા ઉપાય ઘરમા સકારાત્મકતા, આરોગ્યમાં સુધારો અને ધનિકતા લાવવાના માર્ગ ખુલા કરે છે. ( Credits: Getty Images )

પંચમુખી હનુમાનજીની છબી માત્ર વાસ્તુ દોષોને દૂર કરતું નથી, પણ પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ પણ લાવે છે. જો છબી યોગ્ય દિશામાં સ્થાપિત કરવામાં આવે, આસપાસ સ્વચ્છતા જાળવી રાખવામાં આવે અને ભક્તિપૂર્વક નિયમિત પૂજા કરવામાં આવે, તો આ ઉપાય ચમત્કારિક પરિણામો આપે છે. હનુમાનજીના આશીર્વાદથી જીવનની ઘણી અડચણો સ્વયં દૂર થઈ જાય છે અને ભય કે નિરાશાને સ્થાન રહેતું નથી. ( Credits: Getty Images )

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )