
પહાડો પર શિયાળામાં ડ્રાઈવિંગ કરવાનો રોમાંચક અનોખો હોય છે. પરંતુ એક દર્શ્ય હંમેશા મંડરાતો રહે છે. બ્લેક આઈસ જે પારદર્શી બરફનું પડ રસ્તાઓ પર અચાનક ગાડીઓ સ્લીપ થાય છે. જેનાથી ગંભીર અકસ્માત થઈ શકે છે.

જ્યારે હવામાન સ્વચ્છ હોય અને રસ્તો સૂકો દેખાય ત્યારે આ ખાસ કરીને ખતરનાક બની શકે છે. બ્લેક આઈસને કેવી રીતે ઓળખવો અને જો તમારું વાહન લપસવા લાગે તો પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તે વિશે જાણો.

પહાડો પર ડ્રાઈવ કરવી એક સાવધાની ભર્યું કામ હોય છે. અહી રહેતા લોકોને તો બ્લેકઆઈસ વિશે સારો અનુભવ હોય છે. પરંતુ ટુરિસ્ટ કેટલીક વખત ભૂલ કરી જાય છે જેના કારણે ઈજા થાય છે. બ્લેક આઈસ મોટો અકસ્માત પણ સર્જી શકે છે.

બ્લેક આઈસ રસ્તા પર જામેલો હોય છે. જે એટલો પારદર્શક હોય છે કે, કાળો ડામર પણ નીચે દેખાય છે. આ માટે આને બ્લેક આઈસ કહે છે. નેશનલ જિયોગ્રાફિક મુજબ આને ક્લિયર આઈસ પણ કહે છે. તેમાં અન્ય બરફની જેમ હવાના પરપોટા નથી, તેથી તેને ઓળખવું મુશ્કેલ છે.

મોટાભાગનો બ્લેક આઈસ દિવસના તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય ત્યારે બને છે. વરસાદ અથવા પીગળતો બરફ દિવસ દરમિયાન રસ્તાને ભીના કરે છે, અને આ પાણી રાત્રે ફરીથી થીજી જાય છે. ક્યારેક વાહનનો એક્ઝોસ્ટ પણ થીજી જાય છે, જેનાથી કાળો બરફ બને છે.

ઓછા વ્યસ્ત રસ્તાઓ પર પણ બ્લેક આઈસ જામી શકે છે. આ રસ્તાઓ પર ઓછા વાહનો ચાલે છે, જેનાથી ઘર્ષણ ઓછું થાય છે અને સપાટી ગરમ થતી અટકે છે. રાહદારીઓએ પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે બ્લેક આઈસ ફૂટપાથ, સીડી પર જામી શકે છે, તેથી સાવચેત રહો

ઓછા વ્યસ્ત રસ્તાઓ પર પણ બ્લેક આઈસ જામી શકે છે. આ રસ્તાઓ પર ઓછા વાહનો ચાલે છે, જેનાથી ઘર્ષણ ઓછું થાય છે અને સપાટી ગરમ થતી અટકે છે. રાહદારીઓએ પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે બ્લેક આઈસ ફૂટપાથ, સીડી પર જામી શકે છે, તેથી સાવચેત રહો