
બિગ બોસ 20ના ઘરમાં માહોલ ગરમ છે. કાશવીએ વીકએન્ડ કા વારમાં પહોંચી માત્ર બોયફ્રેન્ડ સ્કાઉટ પર ગુસ્સે થઈ હતી. પરંતુ લવ ગિલ વિશે પણ સવાલો કર્યા હતા. આ સાથે તેમણે સ્કાઉટને લવથી દુર રહેવાની વાત કરી હતી.

કાશવીની કેટલીક વાતથી લવ ગિલ પરેશાન છે. તેમજ રડતી પણ જોવા મળી રહી છે. તો આજે આપણે જાણીશું કે, કાશવી હીરાનંદાની કોણ છે અને કેટલી પૈસાદાર છે.

કાશવી હીરાનંદાની ઈન્ડિયાની ફેમસ લાઈવ સ્ટ્રીમર, યુટ્યુબર અને ગેમિંગ કન્ટેટ ક્રિએટર છે. જેને Kaash Plays પણ કહેવામાં આવે છે. તે ગેમિંગ કોમ્યુનિટીનો એક જાણીતો ચેહરો છે. સોશિયલ મીડિયા પર તેને મિલિયન લોકો ફોલો કરે છે.કાશવી હીરાનંદાની પોતાની યુટ્યુબ ચેનલ પર Kaash Plays લાઈવ સ્ટ્રીમિંગ BGMI/PUBG જેવી બેટલ -રોયલ ગેમ્સ અને લાઈફસ્ટાઈલ કન્ટેટ બનાવે છે.

કાશવી હીરાનંદાની કન્ટેટ ક્રિએશનમાં આવતા પહેલા કોર્પોરેટ ફાઈન્સમાં કામ કરતી હતી. ત્યારબાદ તે ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો.

તે વર્ષ 2022માં ફીમેલ સ્ટ્રિમર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તે લાંબા સમયથી ફેમસ ઈન્ડિયન ગેમર સ્કાઉટ ઓપી તન્મય સિંહ સાથે રિલેશનશીપમાં છે.

કાશવી હીરાનંદાનીના ઈન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન લોકો ફોલો કરે છે. તેની યુટ્યુબ ચેનલ પણ છે. જેમાં 1.8 મિલિયન સબસ્કાઈબર્સ છે. તેના વીડિયોને મિલિયન વ્યુ મળે છે. વાત સ્કાઉટની કરીએ તો તેને 5.6 મિલિયન લોકો ફોલો કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાશ્વી હિરાનંદાનીની કુલ સંપત્તિ 30 મિલિયનથી 50 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે. તે પ્રાયોજિત સામગ્રી અને ટેક અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ સાથેના પ્રમોશન દ્વારા કમાણી કરે છે.