
ફરવાના શૌખીન 2-3 દિવસની રજા હોય કે પછી કોઈ તહેવાર આવતા હોય ફરવાનો પ્લાન બનાવી લેતા હોય છે. ક્યારેક તો ખુબ લાંબા અંતરની મુસાફરીનો પ્લાન બનાવે છે. તો ચાલો આજે આપણે લાંબા અંતરની મુસાફરી કરતી વખતે હાઈજીનનું ધ્યાન કેવી રીતે રાખવું તેના વિશે જાણીએ.

જો તમે ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરવાના છો. તો તમે નાસ્તા તમારે સાથે લઈ જશો. ટ્રેનમાં સવાર -સાંજ પસાર થવાના કારણે તમે ટ્રેનમાં જ જમવાનો પ્લાન બનાવશો. તેમજ ટ્રેનના વોશરુમનો પણ ઉપયોગ કરવાના જ છો. ત્યારબાદ રાત્રે સુવા માટે બર્થ પર સુઈ જશો.

જો નાની -નાની વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો તમને ડેસ્ટિનેશન પર પહોંચ્યા પહેલા ઈન્ફેશન થઈ શકે છે. તમારી મુસાફરી યાદગારને બદલે હેલ્થ પ્રોબ્લેમ વાળી બની જશે. તા આજે આપણે હાઈજીન સાથે જોડાયેલી કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીશુ.

ટ્રેનમાં આપણે વોશરુમનો ઉપયોગ કર્યા બાદ સીધા સીટ પર બેસી ફોન જોવા લાગશું. અથવા તો બેગને ટચ કરીએ છીએ. આ રીતે જમ્યા બાદ બેક્ટરીયા સીધા આપણા શરીરમાં ચાલ્યા જાય છે. આ કારણે કેટલાક લોકો સફર દરમિયાન બીમાર પડે છે. તો ચાલો જાણીએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કઈ હાઈજીન ટિપ્સનું ધ્યાન રાખવું

સૌ પ્રથમ, જેમ તમે મુસાફરી માટે કપડાં અને ફૂટવેર જેવી આવશ્યક ચીજવસ્તુઓ પેક કરો છો, તેવી જ રીતે હાઈજીન કીટ બનાવો. આ ડેસ્ટિનેશન સ્થાન કરતાં મુસાફરી માટે વધુ મહત્વપૂર્ણ છે. આ હાઈજીન કીટમાં સાબુની સ્ટ્રિપસ અથવા લીકવીડ શાવર રાખો. હેન્ડ સેનિટાઇઝર આવશ્યક છે.

તમારી પાસે ટીશ્યુ પેપર અથવા ટોઇલેટ પેપર હોવું જોઈએ, કારણ કે આ સૌથી ઉપયોગી વસ્તુઓ છે. તમારી પાસે સર્જિકલ ફેસ માસ્ક પણ હોવા જોઈએ. જો તમે છોકરી છો, તો આ કીટમાં ટેમ્પન, ડિસ્પોઝેબલ પોકેટ અને પેડ્સ સામેલ કરવાનું ભૂલશો નહીં.

ટોઈલેટનો ઉપયોગ કર્યા પછી, ફક્ત વહેતા પાણી હેઠળ તમારા હાથ ધોવા પૂરતા નથી. તેમે પેપર સોપ અથવા લીકવીડથી હાથ સાફ કરો. તમારી આંગળીઓ વચ્ચે અને તમારા નખ નીચે સંપૂર્ણપણે સાફ કરો. પછી તમારા હાથને સેનિટાઇઝ કરવાનું ભૂલશો નહીં, કારણ કે ભલે તે સ્વચ્છ દેખાય, તેમાં હજુ પણ જંતુઓ હોઈ શકે છે.

ટ્રેનમાં તમે જોયું હશે કે, કેટલાક લોકોને બેસી બેસીને ભુખ લાગે છે. તેમજ ટ્રેનમાં અવનવી વેરાયટીઓ પણ આવતી હોય છે. આ દરમિયાન તમે પણ આ વસ્તુઓ અને તમારી પાસે રહેલો નાસ્તો કરો છો. ટ્રેનમાં તમે સીટથી લઈ ટ્રેનનો દરવાજાના હેન્ડલ, બારી જેવી અનેક વસ્તુના સંપર્કમાં આવો છો.

એટલા માટે જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખાવ છો. તો સૌથી પહેલા હાથ સેનિટાઈઝ કરો અથવા વોશ કરી લો. સેનિટાઈઝ કર્યાના અંદાજે 20 થી 30 સેકન્ડ સુધી કોઈ વસ્તુને હાથ લગાવતા નહી. મહત્વની વાત એ છે કે, ટ્રેનમાં ક્યારે પણ તમારે તમારો ફોન સાથે લઈ જવો નહી. સાથે રહેલા ગ્રુપ તેમજ પરિવારના લોકોને આપ્યા બાદ વોશરુમ જવું. જો એકલા મુસાફરી કરી રહ્યા છો. તો ફોન બેગમાં અથવા તમારા ખિસ્સામાં રાખવો.

જો તમે લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છો, તો તમારા હાથ સાફ રાખવાનો પ્રયાસ કરો, પણ એ પણ ધ્યાન રાખો કે તમારી આંખો, નાક કે ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો. આનાથી બેક્ટેરિયા તમારા શરીરમાં પણ પ્રવેશી શકે છે. સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. (all photo : canva)
Published On - 11:21 am, Wed, 14 October 26