
આ હાઇ-પ્રોફાઇલ લગ્નની તારીખો અને સ્થાનો અંગે સોશિયલ મીડિયા પર અટકળો ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ 21 નવેમ્બરે ગ્રીસમાં નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરશે. અફવા છે કે, 14 નવેમ્બરે ચેન્નાઈની એક અગ્રણી ફાઇવ સ્ટાર હોટેલમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.

જોકે, આ તારીખો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન, અહેવાલો અનુસાર સેલિબ્રિટીઓને આમંત્રણો મળવાનું શરૂ થઈ ગયું છે.

લગ્નના સમાચારને વધુ મજબૂત બનાવતા, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોતે સોશિયલ મીડિયા પર કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી.

કાવ્યા મારનના માતા-પિતા કલાનિધિ મારન અને કાવેરી મારન હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સ સ્થિત નિવાસસ્થાનની મુલાકાત લીધી અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફોટો ક્લિક કર્યા હતા.

તેમણે મુખ્યમંત્રીને તેમની પુત્રીના લગ્ન રિસેપ્શનમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ આપ્યું. રેવંત રેડ્ડીએ આ પ્રસંગના ફોટા અને વીડિયો તેમના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા. તેમણે કહ્યું કે તેમના માતા-પિતાએ તેમને 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાનાર રિસેપ્શનમાં હાજરી આપવા વિનંતી કરી હતી.

આ લગ્નમાં દેશભરના અગ્રણી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ હસ્તીઓ હાજરી આપે તેવી આશા છે.જોકે, હજુ સુધી ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈમાં રિસેપ્શન માટે સંપૂર્ણ મહેમાનોની યાદીની સત્તાવાર પુષ્ટિ કરી નથી. હવે ચાહકો કાવ્યા મારનના લગ્નના ફોટો જોવા માટે આતુર છે.

કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરનો લગ્ન સમારોહ 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાનાર છે.