
કાનપુર સ્થિત જાણીતી કંપની ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ લિમિટેડે તેના શેરધારકોને ખુશખબરી આપતા બોનસ શેર ઈશ્યુ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, બોનસ શેર માટે શુક્રવાર, 6 માર્ચ, 2026 ને 'રેકોર્ડ ડેટ' તરીકે ફિક્સ કરવામાં આવી છે.

આ બોનસ ઈશ્યુ 2:1 ના રેશિયોમાં જાહેર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, શેરધારકોને તેમના હાલના દરેક 1 શેર પર 2 નવા બોનસ ઈક્વિટી શેર મફતમાં મળશે. આ નવા બોનસ શેરની ફેસ વેલ્યુ પણ ₹10 રહેશે. જો કે, આ પ્રોસેસ શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

સેબી (SEBI) ના હાલના નિયમો અનુસાર, બોનસ શેરની ફાળવણી (Allocation) ની સંભવિત તારીખ સોમવાર, 9 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ, આ બોનસ શેર મંગળવાર, 10 માર્ચ, 2026 થી શેરબજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થઈ જશે.

કંપનીની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો, ₹1,712 કરોડના માર્કેટ કેપ સાથે કંપનીના ફંડામેન્ટલ્સ કંટ્રોલમાં છે. કંપનીનો ROCE 41.6% અને ROE 32.0% છે. વધુમાં, ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ લિમિટેડ પાસે ₹151 કરોડનું મજબૂત રિઝર્વ છે અને તેની સામે માત્ર ₹6.54 કરોડનું જ દેવું છે.

કંપનીના કુલ 13,095 શેરધારકો છે અને શેરની ફેસ વેલ્યુ ₹10 છે. હાલમાં શેરનો RSI 52.5 ની આસપાસ છે. આ દર્શાવે છે કે, સ્ટોક હાલમાં સંતુલિત સ્થિતિમાં છે.

આજે 23 જાન્યુઆરી, 2026 ના રોજ ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ લિમિટેડના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન શેરનો ભાવ ₹4,399 ના સ્તરથી સતત ઘટીને ₹4,344.90 સુધી પહોંચી ગયા હતા. કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો, અગાઉના સ્તરથી લગભગ ₹171 જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
Published On - 8:33 pm, Fri, 23 January 26