
તમે ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન કરતી અનેક ફિલ્મો જોઈ હશે, પરંતુ 'કૃષ્ણાવતારમ ભાગ 1: હૃદયમ' જોવાનું ચૂકશો નહીં , કારણ કે, આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ રહી છે.ત્રણ પાર્ટમાં બનેલી આ ફિલ્મનો પહેલો ભાગ કૃષ્ણની પ્રેમકથા અને તેમના સમર્પણ પર આધારિત છે.

આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલ અને જમાઈ જયેશ પટેલની દીકરી સંસ્કૃતિ પટેલ સોશિયલ મીડિયા પર તેમના સુંદર ફોટાને કારણે ચર્ચામાં રહે છે.પરંતુ આ વખતે સંસ્કૃતિ પટેલની ફિલ્મને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું નામ કૃષ્ણાવતારમ છે.

સંસ્કૃતિ પટેલ અમદાવાદની સાંસ મલ્ટી ડિઝાઈનર સ્ટુડિયોની ડાયરેક્ટર પણ રહી ચૂકી છે.તે પોતે લંડનમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી ચૂકી છે.

સંસ્કૃતિ આ ફિલ્મમાં સત્યભામાનું પાત્ર ભજવી રહી છે,ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની દીકરીની દીકરી છે. તેમની માતા અનાર પટેલ એક જાણીતા સોશિયલ એન્ટરપ્રેન્યોર છે,

દીકરીની ફિલ્મ રિલીઝ વખતે માતા અનાર પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી કે,આજનો દિવસ ફક્ત ગર્વની ક્ષણ નથી, પરંતુ જીવનમાં એક ભાવનાત્મક સીમાચિહ્નરૂપ છે.મારી પુત્રી સંસ્કૃતિની ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતું જોઈને, મારું હૃદય અપાર કૃતજ્ઞતા અને ઊંડી લાગણીથી ભરાઈ ગયું છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેની સફર પાંચ વર્ષથી વધુ સમયથી ખંત, ધીરજ અને મૌન શક્તિનો અનુભવ કરી રહી છે. આ ક્ષણ પાછળ અસંખ્ય સંઘર્ષો, અતૂટ સમર્પણ અને ક્યારેય ઝાંખો ન પડતો વિશ્વાસ છે.

ભગવાન શ્રી કૃષ્ણને તેમના માર્ગનું માર્ગદર્શન આપવા અને તેમને શક્તિ અને ઉદ્દેશ્યથી આશીર્વાદ આપવા બદલ હું કૃતજ્ઞતામાં માથું નમાવું છું. અમારું પરિવાર હંમેશા દૈવી કૃપા હેઠળ જીવવાનું ભાગ્યશાળી રહ્યું છે. સંસ્કૃતિની સફર હમણાં જ શરૂ થઈ છે, અને મને વિશ્વાસ છે કે તેની પ્રામાણિકતા, સખત મહેનત અને મૂલ્યો તેને ખૂબ આગળ લઈ જશે.