Breaking News : રણબીર કપૂરે 23માં માળે 11 કરોડમાં ખરીદેલું મકાન ભાડે આપ્યું, વર્ષે 1 કરોડ ઉપર મળશે ભાડું

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની ચર્ચા આ વખતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ચર્ચામાં આવ્યું છે. હાલમાં તેમણે પુણે સ્થિત પોતાના આલીશાન મકાનને ભાડે આપ્યું છે. જેનું મહિનાનું ભાડું લાખોમાં છે.

| Updated on: Oct 19, 2026 | 10:09 AM
1 / 6
અભિનેતા રણબીર કપૂર પોતાના નવા ઘરમાં શિફ્ટ થયો છે. ત્યારબાદ તેમની પ્રોપર્ટીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.CRE Matrixના પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પેપર્સ અનુસાર રણબીર કપૂરે પુણેના ટ્રમ્પ ટાવર્સમાં પોતાનું લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે.

2 / 6
રણબીર કપૂરે પુણેમાં પોતાનો લક્ઝરી એપાર્ટમેન્ટ ત્રણ વર્ષ માટે ભાડે આપ્યો છે. કરાર મુજબ, તેને પહેલા વર્ષ માટે દર મહિને 4.63 લાખ મળશે, અને ભાડું વાર્ષિક ધોરણે વધશે.

3 / 6
માસિક ભાડું 4.6 લાખ છે. દસ્તાવેજો દર્શાવે છે કે પુણેના યરવડા વિસ્તારમાં આવેલા કલ્યાણી નગરમાં આવેલા આ એપાર્ટમેન્ટ માટે 'લીવ એન્ડ લાઇસન્સ' કરાર 6 ઓક્ટોબર, 2026 ના રોજ નોંધાયેલો હતો અને આ એપાર્ટમેન્ટ 20 સપ્ટેમ્બર, 2026 થી 19 સપ્ટેમ્બર, 2029 સુધી ત્રણ વર્ષ માટે ભાડે આપવામાં આવ્યો હતો.પત્રકો અનુસાર, આ એપાર્ટમેન્ટ આશરે 6,094 ચોરસ ફૂટનું છે અને તેમાં ત્રણ કવર્ડ કાર પાર્કિંગ જગ્યાઓ સામેલ છે.

4 / 6
કરારમાં પ્રારંભિક માસિક ભાડું 463,050 નક્કી કરવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે 5% નો વધારો થશે. કરાર અનુસાર, 36 મહિનાના સમયગાળામાં કુલ ભાડું 1.75 કરોડ થશે.

5 / 6
11 કરોડમાં 2015માં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતુ. ભાડૂઆતે રણબીર કપૂરને 27.78 લાખની સિક્યોરિટી ડિપોઝિટ પણ આપી છે, જે શરૂઆતના માસિક ભાડાના છ મહિનાની સમકક્ષ છે.

6 / 6
આનો અર્થ એ થયો કે બીજા વર્ષે માસિક ભાડું આશરે 4.86 લાખ અને ત્રીજા વર્ષે આશરે 5.11 લાખ થશે. સમગ્ર 36 મહિનાના સમયગાળા દરમિયાન ચૂકવવાપાત્ર કુલ ભાડું 1.75 કરોડ થાય છે. (ALL Photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.