
શ્રી રામ બની રણબીર કપૂર દિવાળી પર ફિલ્મમાં એન્ટ્રી કરશે. સામે યશ રાવણ બન્યો છે. જે રામાયણના ટ્રેલરમાં ખુંખાર અંદાજમાં જોવા મળ્યો છે. હાલમાં ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતુ. જેને કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી.VFX, કોસ્ચ્યુમ ડિઝાઈ, રણબીર કપૂરના એક્સપ્રેશન સિહત અનેક વસ્તુઓને લઈ મેકર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.4000 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મનું એડિટિંગ ચાલું છે. આ સાથે પાર્ટ 2નું 50 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. યશ,રણબીર કપૂર અને સની દેઓલ હાલમાં ચર્ચામાં છે. પરંતુ આ ફિલ્મના સૌથી મોંઘા અભિનેતા જાણો તે કેટલા કરોડનો માલિક છે.
વિવેક ઓબરોય નિતેશ તિવારીની અપકમિંગ ફિલ્મ રામાયણમાં વિદ્યુતજીવનું પાત્ર નિભાવી રહ્યો છે. જે લંકાપતિ રાવણની બહેન શૂર્પખાનો પતિ અને કાલકેય દાનવ કુળના રાજકુમાર અને સેનાપતિના રોલમાં જોવા મળશે. વિદ્યુતજીવ રાક્ષસ કુળ સાથે સંબંધ હતો. રાવણ વિરોધી હતો. ટ્રેલરમાં વિવેક ઓબેરોય પણ વિદ્યુતજીવ તરીકે જોવા મળે છે. તે ફિલ્મમાં થોડા સમય માટે જ દેખાશે.
વિવેક ઓબરોય સતત ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે. આ સાથે બિઝનેસમાંથી પણ મોટી કમાણી કરે છે. અભિનેતાની ટોટલ નેટવર્થ અંદાજે 1200 કરોડ રુપિયા છે. તેમણે ખુદ જણાવ્યું કે, માત્ર 19 વર્ષની ઉંમરમાં તેમણે બિઝનેસ ઉભો કર્યો હતો. આ સાથે અભિનેતાને શરુઆતથી ટ્રેડિંગમાં ખુબ શૌખ હતો અને સેવિંગ કરવા માંગતો હતો. તેમણે 16-17 વર્ષની ઉંમરમાં પોતાના માટે 1 કરોડ રુપિયા કમાયા હતા. વિવેક ઓબરોયે જણાવ્યું કે, તે 16 કલાક કામ કરે છે. અને તેના બિઝનેસથી અનેક લોકોને ફાયદો થયો છે. તેમજ મોટું રોકાણ પણ કર્યું છે. 5 કંપનીઓ પણ છે.ટુંકમાં વિવેક ઓબરોય રામાયણ ફિલ્મનો સૌથી પૈસાદર અભિનેતા છે.
બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની સેલેરીમાં પણ થોડા સમયથી ખુબ મોટો વધારો થયો છે. ખાસ એનિમલ પછી. એક રિપોર્ટ મુજબ તે અંદાજે 369-400 કરોડ રુપિયાની સંપત્તિનો માલિક છે. એક ફિલ્મ માટે 45-50 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.
ધર્મેન્દ્રનો મોટો દીકરો અને બોલિવુડ અભિનેતા રામાયણનો ભાગ છે. જે ફિલ્મમાં હનુમાનનો રોલ કરતો જોવા મળશે. રિપોર્ટ મુજબ અભિનેતાની નેટવર્થ 130 કરોડ રુપિયાની આજુબાજુ છે. તે અનેક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. સાથે એક ફિલ્મ માટે 40 થી 60 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.
KGF અને રોકિંગ સ્ટાર યશ અનેક મોટી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યો છે. KGF પછી હવે તે ટોક્સિકથી વાપસી કરી રહ્યો છે.રામાયણમાં રાવણ પણ બન્યો છે. અભિનેતાની નેટવર્થ અંદાજે 53 કરોડ રુપિયાની આસપાસ હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે.
Published On - 9:23 am, Wed, 5 August 26