પાસપોર્ટ મેળવવો થશે સરળ ! વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી પડે

Passport Verification Rules changed :પોલીસને અરજદારના ઘરના સરનામાની અલગથી ફિઝિકલ વેરિફિકેશન કરવાની જરૂર નથી. અધિકારીઓ એ પણ નિર્દેશ આપ્યા છે કે, એપ્લિકેટને રુબરુ મળવાની જરુર નથી.

| Updated on: Aug 06, 2026 | 9:41 AM
1 / 7
ગુજરાતમાં પાસપોર્ટ બનાવવો વધુ સરળ થશે. ગુજરાત સરકારે પાસપોર્ટ વેરિફિકેશન પ્રોસેસને સરળ બનાવી છે.ગુજરાત પોલીસે મંગળવારે (5 ઓગસ્ટ, 2026) જાહેરાત કરી હતી કે અરજદારોને પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત દૂર કરવામાં આવી છે.

2 / 7
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) જી.એસ. મલિકે જણાવ્યું હતું કે વેરિફિકેશન હવે નાગરિકતા અને ગુનાહિત રેકોર્ડ તપાસવા સુધી મર્યાદિત રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં પાસપોર્ટ અરજી અને પ્રાપ્તિ પ્રક્રિયાને સરળ બનાવવાની આ પ્રક્રિયાની શરૂઆત છે.

3 / 7
ડીજીપીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, પોલીસનેઅરજદારના ઘરના સરનામાની અલગથી વેરિફિકેશન કરવાની જરૂર નથી.

4 / 7
અધિકારીઓને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન અરજદારને રૂબરૂ મળવાની જરૂર નથી, કે તેમની સહી લેવાની પણ જરૂર નથી.

5 / 7
 નવી સૂચનાઓ અનુસાર, શંકાસ્પદ સંજોગો મળી આવે અથવા વધારાની ચકાસણી જરૂરી હોય તો જ અરજદારના ઘરની ક્ષેત્ર મુલાકાત લેવી જોઈએ પોલીસે આ પગલું લોકોને થતી મુશ્કેલી ઓછી કરવા અને પાસપોર્ટ વેરિફિકેશનમાં ગેર જરુરી પ્રોસેસમાં થતું મોડું કરવું છે.

6 / 7
પોલીસ હેડક્વાર્ટરના એક અધિકારીએ કહ્યું કે, નવી ગાઈડલાઈનનો ઉદ્દેશ્ય પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવાનો છે, સાથે સાથે જરૂરી સુરક્ષા તપાસ પણ સુનિશ્ચિત કરવાનો છે.

7 / 7
રાજ્ય પોલીસે નાગરિકોને આ સરળ પ્રક્રિયા વિશે જાણવા અને પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજી કરતી વખતે પોલીસ સ્ટેશનની બિનજરૂરી મુલાકાતો અથવા કોઈપણ બિનસત્તાવાર પ્રક્રિયા ટાળવા અપીલ કરી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.