
મુખ્ય સ્થાનિક શેરબજાર NSE ભારત માટે આજે દિવસની શરૂઆત પછીના થોડા કલાક સારા રહ્યા નથી. ગુરુવારે ટ્રેડિંગના શરૂઆતના કલાકોમાં NSE ઈન્ડિયાની વેબસાઈટ ડાઉન થઈ ગઈ હતી. જોકે, વેબસાઈટ ડાઉન હોવાને કારણે ટ્રેડ સેટલમેન્ટ પર અસર થઈ.

એનએસઈ ઈન્ડિયાની વેબસાઈટ ખોલવા પર, યુઝર્સને એરર મેસેજ મળતો હતો,

બપોરે લગભગ એક વાગ્યાની આસપાસથી બપોરે 2.57 કલાક સુધી NSEની વેબસાઇટ બંધ જ આવી રહી હતી.

NSEની સાઇટ કોઇ ટેકનિકલ કારણોસર કે કેમ ડાઉન રહી તે જાણવા મળ્યુ નથી. જો કે સાઇટ બંધ રહેતા ટ્રેડર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

NSEમાં ટ્રેડર્સે લાઇવ માર્કેટમાં એડવાન્સ અને ડેકલાઇન ડેટા જોવાના હોય છે. એટલે કે કેટલા શેર ઉપર જશે તે જોવાનું હોય છે.

આ સિવાય ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં OISPRUT ડેટા પણ સાઇટ ડાઉન હોવાથી દેખીશકાતા નથી.

NSEની સાઇટ ન ખુલતા ટ્રેડર્સને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Published On - 2:28 pm, Thu, 11 June 26