
બોલિવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. 75 વર્ષની ઉંમરમાં 8 ઓક્ટોમ્બરના રોજ દુનિયાને અલવિદા કહ્યું છે. નાના પાટેકરને ગોવા સ્થિત તેમના ઘરે કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો.

મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 45 મિનિટ સુધી તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ સવારે 5 :20 કલાકે મૃત જાહેર કર્યા હતા.

નાના પાટેકર એક શાનદાર અભિનેતા જ નહી પરંતુ ક્રિકેટ રમવાના પણ શૌખીન હતા. વર્ષ 2015માં એક ઈન્ટરવ્યુમાં તેમણે ક્રિકેટને લઈ પોતાના બાળપણની વાત કરતા કહ્યું હતુ. કે, તેઓ બાળપણમાં સારા ક્રિકેટર હતા. તેમજ ઓફ સ્પિન બોલિંગ કરતા હતા.

ઈન્ટરવ્યુમાં ક્રિકેટ વિશે વાત કરતા કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ દરમિયાન તેઓ સતત ટીવી સામે જોયા રાખતા હતા.

જુના દિવસો યાદ કરતા કહ્યું કે, બાળપણમાં તેઓ એક ઓફ સ્પિન બોલર હતા. ક્રિકેટ શીખવાના પૈસા ન હતા. તેઓ શિવાજી પાર્કમાં જતાં હતા અને અહી નેટ પ્રેક્ટિસ કરતા હતા. બોલિંગ કરતા હતા.

નાનાનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ઉંમર સાથે ઓછો થયો ન હતો. ખાસ કરીને વિરાટ કોહલી તેમનો પ્રિય ક્રિકેટર હતો. તેમણે એક વાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો વિરાટ કોહલી જલ્દી આઉટ થઈ જાય તો. તેમને જમવાનું પણ ભાવતું ન હતુ.

નાના પાટેકરનું આ નિવેદન જાન્યુઆરી 2025માં આવ્યું હતું. ત્યારે ચર્ચામાં પણ રહ્યું હતુ. જ્યારે વિરાટ કોહલી જલ્દી આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો મીમ્સ શેર કરતા હતા.

નાના પાટેકર માટે નોકરીનો અર્થ એ હતો કે તેમને તેમના માતાપિતાને ટેકો આપવો, તેથી જ તેમણે ક્રિકેટ છોડી દેવાનો નિર્ણય કર્યો. ક્રિકેટ છોડ્યા પછી, તેમણે એક આર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને ફિલ્મોમાં પ્રવેશ કર્યો. (All Photo : PTI)