Mumbai Ahmedabad Bullet Train: દેશ માટે આજે મોટો દિવસ, બુલેટ ટ્રેનના હાઇ-સ્પીડ ટ્રેક પર આજથી વીજળી પુરવઠો શરૂ

India's First Bullet Train : દેશમાં બુલેટ ટ્રેન ચલાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. 2027માં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડર પર પહેલી વખત બુલેટ ટ્રેનમાં લોકો સફર કરતા જોવા મળશે. આ પ્રોજેક્ટ માટે આજે 20 નવેમ્બરનો દિવસ ખુબ ઔતિહાસિક છે. ચાલો જાણીએ કેમ.

| Updated on: Nov 20, 2026 | 9:21 AM
1 / 8
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. 20 નવેમ્બરના રોજ બુલેટ ટ્રેનના પહેલા ભાગમાંવીજળીનો પુરવઠો શરૂ થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આવતા વર્ષે ઓગસ્ટમાં બુલેટ ટ્રેન દોડશે. સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોરનું કામ ખૂબ જ અદ્યતન તબક્કામાં છે.

2 / 8
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના નવીનતમ અપડેટ મુજબ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સુરત અને બિલીમોરા વચ્ચેના પહેલા ભાગમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને વીજળીનો પુરવઠો 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.

3 / 8
NHSRCLના અધિકારિક નિવેદન અનુસાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડરમાં આધુનિક 2×25 kV ઓવરહેડ ટ્રૈક્શન પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત અને બિલિમોરા વચ્ચે અંદાજે 50 કિલોમીટર લાંબા આ સેક્શનમાં એલિવેટેડ ટ્રૈક પર અપ અને ડાઉન બંને લાઈન સામેલ છે.

4 / 8
આ 508 કિલોમીટર લાંબા કોરિડોર પર વીજળી પૂરી પાડવા માટે 14 ટ્રેક્શન સબસ્ટેશન (TSS) બનાવવામાં આવી રહ્યા છે. આ સબસ્ટેશન ગ્રીડમાંથી વીજળી મેળવશે અને તેને ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમમાં પહોંચાડશે.

5 / 8
બુલેટ ટ્રેનની સમગ્ર પાવર સપ્લાય સિસ્ટમનું નિરીક્ષણ કેન્દ્રિય નિયંત્રણ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે, જે સલામત અને અવિરત કામગીરી સુનિશ્ચિત કરશે.

6 / 8
વીજ પુરવઠો શરૂ થવાથી હાઇ-સ્પીડ ટ્રેનના ટેકનિકલ પરીક્ષણ અને ટ્રાયલ રનનો માર્ગ મોકળો થશે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન 2027 માં થવાનું છે.

7 / 8
તમને જણાવી દઈએ કે, ભારતની પહેલી બુલેટ ટ્રેનનો રુટ 508 કિલોમીટર લાંબો છે. જેના પર બુલેટ ટ્રેનની ગતિ 320ની રહેશે.આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થાય છે. તેમાં કુલ 12 સ્ટેશન છે.

8 / 8
હાલમાં, મુંબઈથી અમદાવાદ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં 6 થી 7 કલાક લાગે છે. એકવાર બુલેટ ટ્રેન કાર્યરત થઈ જાય, પછી આ મુસાફરી રેપિડ ટ્રેન (મર્યાદિત સ્ટોપ સાથે) દ્વારા ફક્ત 2 કલાક અને 7 મિનિટ અને બધા સ્ટેશનો પર સ્ટોપ ધરાવતી ટ્રેન દ્વારા લગભગ 3 કલાક લાગશે.(ALL Photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.