
જ્યારે વાત પોપ્યુલર ક્રાઈમ થ્રિલરની આવે છે. તો દ્રશ્યમ ફ્રેન્ચાઈઝીનું નામ જરુર આવે છે. વર્ષ 2013માં મોહનલાલે મલયાલમ ભાષામાં આ ફ્રેન્ચાઈઝીની શરુઆત કરી હતી. લોકોને તેની ફિલ્મ પસંદ આવી હતી. ત્યારબાદ 2015માં હિન્દીની આ ફિલ્મ બનાવી હતી. જેમાં અજય દેવગણ જોવા મળશે.

વર્ષ 2021માં મોહનલાલની દ્રશ્યમ 2 આવી હતી. ત્યારબાદ 2022માં અજય દેવગણની હિન્દીમાં બીજો પાર્ટ આવ્યો હતો.દ્રશ્યમમાં મોહનલાલ અને અજય દેવગણ બંન્ને અભિનેતા લોકોને પંસદ આવ્યા હતા. બેન્ને ટોપ અભિનેતા છે. પરંતુ શું તમે જાણો છો કે, બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે.

આજે એટલે કે, 21 મેના રોજ મોહનલાલની દ્રશ્યમ 3 રિલીઝ થઈ છે. આ સાથે તેનો 66મો જન્મદિવસ પણ છે. તો ચાલો જાણીએ કે, 57 વર્ષનો અજય દેવગણ અને તેની નેટવર્થમાં કેટલો તફાવત છે. મોહનલાલ છેલ્લા 48 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. પોતાના કરિયરમાં તેમણે 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

અજય દેવગણ છેલ્લા 35 વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. પોતાના કરિયરમાં 100થી વધારે ફિલ્મોનો ભાગ રહ્યો છે. મોહનલાલ હોય કે પછી અજય દેવગણ બંન્નેમાંથી કોની પાસે વધારે સંપત્તિ છે. જાણીએ.

રિપોર્ટ મુજબ અજદેવગણની નેટવર્થ અંદાજે 427 કરોડ રુપિયા છે. તો મોહનલાલની નેટવર્થ 450 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. એટલે કે, બંન્નેની નેટવર્થમાં વધારે અંતર નથી. મોહનલાલની દ્રશ્યમ 3 રિલીઝ થયા બાદ ચાહકો અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 3ની રાહ જોશે.

અજય દેવગણની ફિલ્મ પણ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તેના ફિલ્મની રિલીઝ ડેટ 2 ઓક્ટોમ્બર 2026 છે. ફરી એક વખત સાલગાંવકરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું કામ ચાલી રહ્યું છે.
Published On - 8:38 am, Thu, 21 May 26