Breaking News : મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન શરૂ, 9 વર્ષની લાંબી રાહ બાદ PM Modiએ ગિફ્ટ આપી

મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવા ખાસ કરીને મુસાફરો, કોલેજના વિદ્યાર્થીઓ, કામ કરતા વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક કામદારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

| Updated on: Oct 30, 2026 | 1:35 PM
1 / 7
 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2026ના રોજ ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરોને એક મોટી ભેટની જાહેરાત કરી. નવી મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી.

2 / 7
લગભગ 9  વર્ષના અંતરાલ પછી, આ મહત્વપૂર્ણ રૂટ પર ટ્રેન સેવા પાછી ફરી છે. જેના કારણે સમગ્ર પ્રદેશમાં ઉજવણીનો માહોલ છે. આ ટ્રેનના લોન્ચિંગથી મહેસાણા, પાટણ અને આસપાસના જિલ્લાઓના મુસાફરોને અનુકૂળ, સલામત અને સસ્તી રેલ મુસાફરી મળશે.

3 / 7
 નવી રેલવે સેવા આ મુખ્ય સ્ટેશનોને જોડશે.મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન ઉત્તર ગુજરાતના મુખ્ય શહેરો, ઔદ્યોગિક વિસ્તારો અને ધાર્મિક સ્થળોને જોડશે. તેની મુસાફરી દરમિયાન, ટ્રેન બંને દિશામાં નવ સ્ટેશનો પર રોકાશે.

4 / 7
જેમાં સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા, રણુજ અને મહેસાણાનો સમાવેશ થાય છે.માત્ર 355 રૂપિયામાં મુસાફરોને  માસિક સિઝન પાસ મળશે. વિદ્યાર્થીઓને 180  અને વેપારીઓને 535 રૂપિયામાં માસિક પાસ રહેશે.

5 / 7
બહુચરાજીથી પ્રથમ પેસેન્જર ટ્રેનનો PMના હસ્તે ઓનલાઇન શુભારંભ કરાયો છે.ગેજ કન્વર્ઝન બાદ નવ વર્ષે પેસેન્જર ટ્રેન દોડી છે.માતાજીના દર્શનાર્થીઓ અને સ્થાનિક ઈન્ડસ્ટ્રીને મોટો લાભ મળશે. મહેસાણાથી સાબરમતી વચ્ચે દોડતી ટ્રેનનું ભાડું અત્યંત સસ્તું છે.

6 / 7
મુસાફરોની સુવિધા માટે, મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેનમાં સવાર અને સાંજ બંને સમયે મુસાફરીના વિકલ્પો આપવામાં આવ્યા છે.

7 / 7
 ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે.બેચરાજીમાં સ્થિત પ્રખ્યાત શ્રી બહુચર માતા મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે હવે યાત્રા ખૂબ જ સરળ અને સીધી બનશે. (ALL Photo: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.