કાનુની સવાલ: શું પતિ પોતાની પત્ની પાસેથી ફોન પાસવર્ડ અને બેંક ડિટેલ માગી શકે? જુઓ છત્તીસગઢ હાઈકોર્ટનો ખુલાસો

કાનુની સવાલ: છત્તીસગઢ હાઈકોર્ટના ન્યાયાધીશ રાકેશ મોહન પાંડેએ જણાવ્યું હતું કે લગ્નજીવનનો અર્થ સહિયારું જીવન જીવવાનો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે એક જીવનસાથીને બીજાની ખાનગી માહિતી પર આપમેળે અધિકાર મળી જાય.

| Updated on: Jun 02, 2026 | 12:49 PM
1 / 7
વૈવાહિક સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ શું પતિ પોતાની પત્નીને તેનો મોબાઈલ ફોન પાસવર્ડ અથવા બેંક ખાતાની વિગતો શેર કરવા માટે દબાણ કરી શકે? આ મહત્વના કાનૂની પ્રશ્ન પર છત્તીસગઢ હાઈકોર્ટે તાજેતરમાં સ્પષ્ટ અને નોંધપાત્ર ચુકાદો આપ્યો છે.

2 / 7
છત્તીસગઢ હાઈકોર્ટના ન્યાયાધીશ રાકેશ મોહન પાંડેએ જણાવ્યું હતું કે લગ્નજીવનનો અર્થ સહિયારું જીવન જીવવાનો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે એક જીવનસાથીને બીજાની ખાનગી માહિતી પર આપમેળે અધિકાર મળી જાય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિ પત્નીને તેના મોબાઈલ ફોન, બેંક એકાઉન્ટ અથવા અન્ય વ્યક્તિગત માહિતીના પાસવર્ડ શેર કરવા માટે મજબૂર કરી શકતો નથી.

3 / 7
કોર્ટના જણાવ્યા અનુસાર, આવી માંગ વ્યક્તિના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાઈ શકે છે. એટલું જ નહીં, જો જીવનસાથી પર દબાણ કરવામાં આવે તો તે ઘરેલુ હિંસાના સ્વરૂપમાં પણ ગણાઈ શકે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે વૈવાહિક સંબંધોમાં વિશ્વાસ અને ગોપનીયતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે.

4 / 7
આ કેસમાં પતિએ હિન્દુ લગ્ન કાયદાની કલમ 13(1)(i-a) હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડાની અરજી કરી હતી. પત્ની સામે શંકા વ્યક્ત કરતાં તેણે તેના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) મેળવવાની માંગ કરી હતી. આ માટે તેણે દુર્ગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તેમજ ફેમિલી કોર્ટ સમક્ષ અરજી કરી હતી.

5 / 7
જોકે ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પતિ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે પણ ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને જણાવ્યું કે માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિની ખાનગી માહિતી મેળવવાનો અધિકાર મળી શકતો નથી.

6 / 7
કોર્ટે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે. તેથી કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત માહિતી, સંદેશાવ્યવહાર અથવા કોલ રેકોર્ડ સુધી પહોંચવા માટે યોગ્ય અને કાનૂની કારણ હોવું જરૂરી છે.

7 / 7
આ ચુકાદો વૈવાહિક સંબંધોમાં વ્યક્તિગત ગોપનીયતાના અધિકારને વધુ મજબૂત બનાવે છે અને સ્પષ્ટ સંદેશ આપે છે કે લગ્નનો અર્થ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અંત નથી.

Follow Us