
બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ હાલમાં પોતાના દીકરા સાથે સમય પસાર કરી રહી છે. ફિલ્મોની સાથે-સાથે તેની પબ્લિક અપીયરેન્સ પણ ઓછી થઈ ગઈ છે. ટુંકમાં તે જાહેરમાં વધારે જોવા મળતી નથી. બધાની નજર તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રહેલી હોય છે.

ચાહકો હવે રાહ જોઈ રહ્યા છે કે, કેટરીના ક્યારે તેના દીકરાનો ફોટો ચાહકો સાથે શેર કરે. આ વચ્ચે પતિ વિક્કી કૌશલના 38માં જન્મદિવસ પર કેટરીનાએ ચાહકોને સરપ્રાઈઝ આપી છે. કેટરીનાએ વિક્કી કૌશલના જન્મદિવસ પર બર્થ ડે પોસ્ટ કરતા કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં બંન્નેની સાથે તેનું નાનકડું મહેમાન વિહાન પણ જોવા મળી રહ્યો છે.

કેટરીના કેફે વિક્કી કૌશલને બર્થ ડે વિશ કર્યું, કેટરીના કૈફે વિક્કી કૌશલના જન્મદિવસ પર 4 ફોટો શેર કર્યા છે. પહેલા ફોટોમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલ એક ગાર્ડન જેવા લોકેશનમાં જોવા મળી રહી છે. જે કોઈ પિકનિક દરમિયાનની લાગી રહી છે.

બીજા ફોટોમાં કપલની સાથે સાથે દીકરો વિહાન પણ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં વિહાનનો ચેહરો જોવા મળી રહ્યો નથી. પરંતુ ચાહકો સ્ટારકિડની પહેલી ઝલક જોઈ ખુશ છે. ત્રીજા ફોટોમાં એક બર્થ ડે કેક છે. જેમાં લખ્યું હેપ્પી બર્થ ડે પપ્પા, તો ચોથા ફોટોમાં વિક્કી કૌશલ અને કેટરીના કેફ ખુલ્લીને હસી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કેટરિના અને વિકીએ નવેમ્બર 2025માં તેમના પહેલા બાળક, વિહાનનું સ્વાગત કર્યું હતું. વિહાન જન્મ પછી આ વિકી કૌશલનો પહેલો જન્મદિવસ હતો.

કેટરિના કૈફ અને વિકી કૌશલે થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા બાદ 2021માં લગ્ન કર્યા અને તેમના દીકરા વિહાન કૌશલનો જન્મ નવેમ્બર 2025માં થયો.