IRCTC Wildlife Tour Packages : જંગલ સફારી ફરવા જવાનો પ્લાન છે, તો રેલવેના આ નવા ટૂર પેકેજ જોઈ લો

IRCTC Wildlife Tour Packages : જો તમે પણ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એક વખત આ પેકેજ ચેક કરી લેજો. રેલવેએ પાંચ નવા જંગલ સફારી પેકેજ રજૂ કર્યા છે. કિંમતો 29,500 થી શરૂ થાય છે. રૂટ, ટ્રેનો અને બુકિંગ વિગતો વિશે જાણી લો.

| Updated on: Oct 23, 2026 | 12:33 PM
1 / 7
 જો તમને જંગલની હરિયાળી, પક્ષીઓનો અવાજ અને ખુલ્લા જંગલમાં પ્રાણીઓને જોવા પસંદ છે. તો આ વખતે રજાઓમાં કોઈ હિલ સ્ટેશન નહી પરંતુ જંગલ સફારીનો પ્લાન બનાવી શકો છો. ભારતીય રેલેવે આઈઆરસીટીસીએ મહારાષ્ટ્રના વનવિભાગ સાથે મળી 5 નવા વાઈલ્ડલાઈફ ટુર પેકેજની જાહેરાત કરી છે.

2 / 7
આ ટુર પેકેજનું નામ વનદર્શન છે. મહત્વની વાત એ છે કે, આ પેકેજમાં ટ્રેનની ટિકિટ થી લઈ હોટલ અને જંગલ સફારીનો સમાવેશ થાય છે. ટુંકમાં મુસાફરોએ અલગ -અલગ બુકિંગ કરવાની જરુર રહેશે નહી. આ ટુરની શરુઆત 19 નવેમ્બર 2026થી થશે. તોડબા અને બોર ટાઈગર પેકેજની શરુઆત 29,500 રુપિયા વ્યક્તિ ગત છે.

3 / 7
આઈઆરસીટીસીના વનદર્શન પેકેજ 4 રાત અને 5 દિવસનું રહેશે. જે લોકો મહારાષ્ટ્રના જંગલોને નજીકથી જોવા માંગે છે. પરિવારની સાથે રજાઓ પસાર કરવા માટે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીના શૌખીનો માટે આ ટુર પેકેજ બેસ્ટ વિકલ્પ છે.

4 / 7
વનદર્શન માટે 5 અલગ અલગ ટુર રુટ તૈયાર કરવામાં આવ્યા છે. મુસાફરો પોતાની પસંદ અનુસાર કોઈ પણ પેકેજ બુક કરાવી શકે છે. સૌથી પહેલું પેકેજ તાડોબ અને બોર ટાઈગર રિઝર્વ,2 તાડોબ અને નવેગાંવ-નાગઝિરા ટાઈગર રિઝર્વ, 3 તાડોબ અને ઉમરેડ-કરહાંડલા વાઈલ્ડલાઈફ સેન્ચુરી, તાડોબા અને ટિપેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરી પાંચમું પેકેજ પેંચ અને ઉમરેડ -કરહાંડલા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી છે.

5 / 7
 IRCTCનું તાડોબા અને બોર ટાઇગર રિઝર્વ પેકેજ પ્રતિ વ્યક્તિ 29,500 થી શરૂ થાય છે. પેકેજ કોડ WMR193 છે. તેમાં ટ્રેન મુસાફરી, હોટેલમાં રહેવાની વ્યવસ્થા, સ્થાનિક પરિવહન અને શેર કરેલ જંગલ સફારીનો સમાવેશ થાય છે.

6 / 7
 પેકેજમાં બે સમય નાસ્તો, બે લંચ અને બે ડિનરનો પણ સમાવેશ થાય છે. જોકે, ટ્રેનમાં ભોજન, રવિવારનું લંચ અને વ્યક્તિગત ખર્ચ અલગથી લેવામાં આવશે. અન્ય રૂટ અને મુસાફરી કેટેગરીઓના આધારે કિંમતો બદલાઈ શકે છે.

7 / 7
 વનદર્શન ટુર માટે બુકિંગ IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર કરાવી શકાય છે. માહિતી IRCTC બુકિંગ કાઉન્ટર પરથી પણ મેળવી શકાય છે. બુકિંગ કરતા પહેલા,  ભાડું, સીટ, સફારી પરમિટ અને પેકેજ સુવિધાઓ તપાસો. (All Photo : PTI, Canva)

Follow Us
Loading...
Unable to load recommendations.