
ભારત-વેસ્ટઈન્ડિઝ વનડે સીરિઝની પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે.ભારતે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે પ્રથમ વનડે માટે ચાર બોલરો અને બે ઓલરાઉન્ડરોને મેદાનમાં ઉતાર્યા.

નમન ધીરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યા છે. કેપ્ટન શુભમન ગિલે તેમને ભારતીય કેપ આપી હતી. ભારત પ્રથમ મેચમાં ચાર બોલરોને મેદાનમાં ઉતારશે.

નમન ધીરને રવિવાર આજે 27 સપ્ટેમ્બરના રોજ પહેલી વનડે ભારતીય કેપ સોંપવામાં આવી છે. તે ભારત માટે પહેલી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. નમન ધીર ભારત માટે વનડે ડેબ્યુ કરનાર 264મો ખેલાડી બન્યો છે. તેમજ ભારત માટે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરનાર 422મો ખેલાડી છે.

નમન ધીર ઘરેલું ક્રિકેટમાં પંજાબ માટે અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયનસ માટે રમી ચૂક્યો છે.

ધીરે વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે અત્યાર સુધી માત્ર 14 લિસ્ટ એ મેચ રમી છે. જેમાં તેમણે 106ના સ્ટ્રાઈક રેટથી 357 રન બનાવ્યા છે. તેના નામે 4 અડધી સદી છે. સૌથી બેસ્ટ સ્કોર 97 રન છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 27 સપ્ટેમ્બરથી 3 વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાશે.

જો આપણે ભારતીય ટીમની વાત કરીએ તો. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ,રવિન્દ્ર જાડેજા,નમન ધીર,કે.એલ રાહુલ,નીતિશ રેડ્ડી, કુલદીપ યાદવ,ગુરનુર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા

નમન ધીર એક ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર છે જેમણે 27 સપ્ટેમ્બર 2026 ના રોજ તિરુવનંતપુરમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે આંતરરાષ્ટ્રીય ODI માં ડેબ્યૂ કર્યું છે.