Breaking News : કોલંબો ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યો, જાણો ટેસ્ટ ક્રિકેટમાં ફોલો-ઓન શું છે? જાણો

Sri Lanka vs India: કોલંબો ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને ફોલોઓન આપવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિગ્સમાં 503 રન બનાવ્યા હતા. શ્રીલંકાને 290 પર રોકી હતી. તો આજે આપણે જાણીએ ફોલોઓન શું હોય છે.

| Updated on: Aug 26, 2026 | 12:02 PM
1 / 8
કોલંબો ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યો છે. ચોથા દિવસે, ભારતે શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં 290 રનમાં ઓલઆઉટ કરી દીધું. ચોથા દિવસના પહેલા સેશનમાં શ્રીલંકાની ટીમ ઓલઆઉટ થઈ હતી.

2 / 8
ભારતે પહેલા બેટિંગ કરતા 9 વિકેટ પર 503 રન જાહેર કર્યા હતા. શ્રીલંકાએ 173 રન પર 7 વિકેટ ગુમાવી હતી પરંતુ તેમ છતાં ટીમ 290 રનના સ્કોર સુધી પહોંચી હતી. પહેલી ઈનિગ્સમાં ભારતને 213 રનની લીડ મળી હતી.

3 / 8
ભારતીય ટીમે કોલંબોમાં શ્રીલંકાને ફોલોઓન આપવાનો નિર્ણય લીધો છે. ફોલોઓન બચાવવા માટે શ્રીલંકાને 304 રન સુધી પહોંચવાનું હતુ પરંતુ આવું થઈ શક્યું નહી. સારાંશ જૈને ચોથા દિવસે સવારે શ્રીલંકાની 2 વિકેટ લીધી હતી.

4 / 8
ભારતીય ટીમનો ટાર્ગેટ શ્રીલંકાને ફોલોઓન પહેલા આઉટ કરવાનો હતો. કોલંબોમાં હવામાન ખરાબ છે. આ માટે ટીમ ઈન્ડિયા ફોલોઓન આપવા માંગતી હતી. માનવ સુથાર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી. તો સારાંશ જૈને 2 વિકેટ લીધી હતી. એક-એક વિકેટ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે લીધી હતી.

5 / 8
હવે આપણે ફોલોઓનના નિયમો જાણીએ. ફોલોઓન ક્રિકેટમાં એક ઓપ્શનલ નિયમ છે. આ નિયમની જાણકારી ક્રિકેટના કાનુન 14માં મળે છે. આ ત્યારે લાગુ થાય છે. જ્યારે બંને ટીમ 2-2 વખત બેટિંગ કરે છે અને 3 ઈનિગ્સ પુરી થયા પછી કોઈ મેચ જીતતી નથી. ફોલોઓન આપવા માટે બેટિંગ કરનારી ટીમ પાસે ઓછામાં ઓછા 200 રનની લીડ હોવી જોઈએ.

6 / 8
આ નિર્ણય પહેલા બેટિંગ કરનારી ટીમનો કેપ્ટન લે છે. જો ટીમ મજબુત સ્થિતિમાં છે તો કેપ્ટન ફોલોઓનનો ઓપ્શન પસંદ કરે છે.  પહેલા બેટિંગ કરનારી ટીમ પહેલી ઈનિગ્સના ટોટલના સ્કોરની અંદર વિપક્ષી ટીમને 2 વખત આઉટ કરી મેચનું રિઝલ્ટ મેળવી શકે છે. જેનો ઉદ્દેશ્ય મેચ ડ્રોથી બચી જીતવાનો હોય છે.

7 / 8
ફોલોઓન લાગુ કરવાનો નિર્ણય મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમનો કેપ્ટન લે છે. જો તેની ટીમ મજબુત સ્થિતિમાં છે. તો કેપ્ટન ફોલોઓનનો વિકલ્પ પસંદ કરે છે. આ માટે પહેલી ઈનિગ્સમાં કુલ સ્કોરની અંદર વિપક્ષી ટીમને 2 વખત આઉટ કરવાનો હોય છે.

8 / 8
ક્રિકેટના નિયમો 14.2 મુજબ એક કેપ્ટનને વિપક્ષી ટીમના કેપ્ટન અને અમ્પાયરને ફોલોઓન વિશે જાણ કરવાની રહે છે. એક વખત આ નિર્ણય લીધા પછી બદલી શકાતો નથી. (All Photo : PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.