Breaking News : ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં કિવિ ટીમને લાગ્યો મોટો ઝટકો, મેચ વિનર ઓલરાઉન્ડર ઈજાના કારણે બહાર!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે ટીમનો અનુભવી ઓલરાઉન્ડર આ મહત્વપૂર્ણ સિરીઝમાંથી બહાર થયો છે.

| Updated on: Nov 17, 2026 | 8:25 AM
1 / 8
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં રોમાંચક મુકાબલો જોવા મળશે. પરંતુ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધી ગઈ છે. ટીમના એક મહત્વપૂર્ણ ઓલરાઉન્ડરને ઈજાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે. (Image Source | PTI)

2 / 8
ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ છે. જેમાં સેન્ટનર હવે રમતા જોવા મળશે નહીં. (Image Source | PTI)

3 / 8
ડાબા હાથનો આ ઓલરાઉન્ડરની ગેરહાજરી હાથ તૂટવાના કારણે છે. સેન્ટનરને જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે. જેના કારણે તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. (Image Source | PTI)

4 / 8
મિશેલ સેન્ટનરને ભારત સામેની પાંચમી વનડેમાં બેટિંગ કરતી વખતે હાથને ઈજા થઈ હતી. સ્કેનમાં તેના જમણા હાથમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે. (Image Source | PTI)

5 / 8
આ ઈજા બાદ, સેન્ટનર હવે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં રમશે નહીં. ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં તે ભાગ લઈ શકશે કે નહીં તે અંગે પણ અનિશ્ચિતતા છે. (Image Source | PTI)

6 / 8
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે સેન્ટનરની ઓસ્ટ્રેલિયા સિરીઝમાં વાપસી અંગે અપડેટ યોગ્ય સમયે આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં મિશેલ સેન્ટનરના સ્થાને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સનો સ્પિન ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટને બોલાવ્યો છે. (Image Source | PTI)

7 / 8
જમણા હાથનો આ ખેલાડી ફોક્સક્રોફ્ટ પાસે ફક્ત એક જ ટેસ્ટનો મેચ રમવાનો અનુભવ છે. તેણે આ વર્ષે મે મહિનામાં આયર્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જેમાં 98 રન બનાવ્યા હતા. (Image Source | PTI)

8 / 8
મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ માટે 33 ટેસ્ટમાં 56 ઇનિંગ્સમાં 80 વિકેટ લીધી છે. તેણે 46 ઇનિંગ્સમાં 1086 રન પણ બનાવ્યા છે. જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. (Image Source | PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.