
ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ મેચમાં ઋષભ પંતે એક શાનદાર ઈનિગ્સ રમી અને સદી ફટકારી ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી પહોચાડી હતી.

ટીમ ઈન્ડિયા આ મેચ તો જીતી શકી નથી અને ડ્રોથી કામ ચલાવવું પડ્યું છે પરંતુ બીજી ટેસ્ટમાં હવે માત્ર જીત પર નજર રહેશે. જ્યારે પંતની નજર રેકોર્ડ પર રહેશે.

ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં ઋષભ પંત પાસે ફરી મોટી ઈનિગ્સ રમવાની આશા છે. તે એક સિકસ ફટકારી એક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરશે.

આ રેકોર્ડ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો છે,હાલમાં પંતના નામે 88 સિક્સ છે અને આ મામલે તે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સની બરાબરી પર છે.

વેલિંગ્ટન ટેસ્ટમાં પંતે 6 સિક્સ ફટકારી સ્ટોક્સની બરાબરી કરી હતી. આ સાથે તેમણે બ્રૈડન મૈક્કલમનો પીછો કરતા ટેસ્ટમાં 109 સિક્સ ફટકારી બીજું સ્થાન મેળવ્યું છે.

તમને જણાવી દઈએ કે,ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 નવેમ્બર, શુક્રવારના રોજ હેગલી ઓવલ ખાતે શરૂ થશે.

જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માંગતી હોય તો તેણે આ મેચ જીતવી જ પડશે. (ALL Photo: Canva)