
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની પાંચમી મેચ 1 નવેમ્બરે આજે રમાઈ રહી છે. આ સીરિઝની ચાર મેચો બાદ, ટીમ ઈન્ડિયા 3-1થી આગળ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે બે ટી20 મેચ રમાઈ છે. જેમાંથી એક મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી, જ્યારે બીજી મેચ ભારતે સુપર ઓવરમાં જીતી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 35 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આમાંથી ભારતે 20 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 12 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની ત્રણ મેચ ટાઇમાં પરિણમી હતી, જેમાંથી બે સુપર ઓવરમાં ગઈ હતી અને ભારતની જીત થઈ હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ હેમિલ્ટનમાં રમાઈ રહી છે. છેલ્લી ચાર મેચો પર નજર કરીએ તો, ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર ટોસ માસ્ટર રહ્યો છે. શ્રેયસ અય્યરે ટોસ જીત્યો છે.

ગ્લેન ફિલિપ્સે ભારત સામેની વર્તમાન લીરિઝમાં સારા ફોમમાં છે, તેણે પહેલી ચાર મેચમાં 276 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. જો તે વધુ 15 રન બનાવે છે, તો તે પાંચ મેચની T20 સીરિઝમાં ન્યુઝીલેન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. જો તે 56 રન બનાવે છે, તો તે વિશ્વ રેકોર્ડ તોડી નાખશે.

ટીમ ઈન્ડિયા સીરિઝનો અંત જીત સાથે કરવાનો લક્ષ્ય રાખશે. તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો. તેના વિશે જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચનું ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે.

જો તમે આ મેચ મફતમાં જોવા માંગતા હો, તો ભારત-ન્યુઝીલેન્ડ સીરિઝની મેચોનું DD સ્પોર્ટ્સ ચેનલ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. તમે DD ફ્રી ડિશ કનેક્શનનો ઉપયોગ કરીને પાંચમી T20 મેચ તમારા ટીવી પર મફતમાં લાઈવ જોઈ શકો છો.