
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ત્રીજી મેચ આજે વેલિંગટનમાં રમાશે. ભારતીય ટીમ શરુઆતની બંને મેચ જીતી સીરિઝમાં 2-0થી આગળ છે. હવે ત્રીજી મેચ જીતી ભારતીય ટીમ સીરિઝમાં લીડ બનાવવાનો પ્રયત્ન કરશે.

તમને જણાવી દઈએ કે, વેલિંગટનના મેદાન પર અત્યારસુધી ભારતીય ટીમે ટી-20માં કુલ 4 મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 2 મેચમાં જીત મેળવી છે. તો એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

એકનું પરિણામ આવ્યું નથી. ભારતે આ મેદાન પર છેલ્લી ટી20 2022માં રમી હતી. જે વરસાદના કારણે ધોવાય હતી.

અત્યારસુધી કુલ 26 ટી20 મેચ રમાઈ છે. જેમાં 12 મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. તો 14 મેચ પછી બેટિંગ કરનારી ટીમ જીતમાં સફળ રહી છે. આ મેદાન પર પહેલી ઈનિગ્સમાં સ્કોર 153 રહ્યો છે.

તો બીજી ઈનિગ્સમાં સ્કોર 133 રનનો રહ્યો છે. હેનરી સ્ટેડિયમમાં સૌથી મોટો સ્કોર 219 રન છે. જે ન્યુઝીલેન્ડે વર્ષ 2019માં ભારત વિરુદ્ધ બનાવ્યો હતો.

ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી ટી20 મેચ 27 ઓક્ટોમ્બરના રોજ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી ટી20 મેચ ભારતના સમય અનુસાર બપોર 12 : 30 કલાકે રમાશે. ટોસ 12 કલાકે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી ટી20 મેચ ન્યુઝીલેન્ડના વેલિંગટનના હેનરી સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચનું લાઈવ ટેલીકાસ્ટ ભારતમાં સોની સ્પોર્ટસ નેટવર્ક પર થશે. સોની લિવ પર ઓનલાઈન સ્ટ્રીમ થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચમાં ભારતમાં ડીડી સ્પોર્ટસ પર લાઈવ મેચ મફતમાં જોઈ શકો છો.(ALL Photo: PTI)