
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ ચાલી રહી છે. અત્યારસુધી 4 મેચ રમાઈ છે. જે ખુબ રોમાંચક રહી છે. સીરિઝ 2-2 પર ચાલી રહી છે. વેસ્ટઈન્ડિઝની ટીમની શાનદાર રમત જોવા મળી રહી છે.

ખાસ કરીને બેટ્સમેનોએ ઘણી સફળતા મેળવી છે. કેપ્ટન શાઈ હોપે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. હવે, બંને ટીમો વચ્ચે પાંચમો અને નિર્ણાયક મુકાબલો રમાશે. બંને ટીમો છેલ્લી મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરવા માંગશે.

ચાલો જાણીએ કે આ મેચ ક્યારે અને ક્યાં રમાશે, અને તમે તેને કયા પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકો છો. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચમી ટી20 સીરિઝ 17 ઓક્ટોમ્બરના રોજ રમાશે. મેચ સાંજે 7 વાગ્યાથી શરુ થશે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે આ સીરિઝની છેલ્લી મેચ તમે સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઈ જોઈ શકો છો. અહી તમે હિન્દી અને અંગ્રેજીમાં લાઈવ મેચ જોઈ શકો છો.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચમી ટી20 મેચ બેંગ્લોરમાં રમાશે. આ મેચમાં બંને ટીમ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે. આઈપીએલમાં કેટલીક ટીમોએ આ પીચ પર 250 રનનો સ્કોર બનાવ્યો છે.આ પીચ બેટ્સમેનને અનુકુળ છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે અહી હાઈવોલ્ટેજ મેચ જોવા મળી શકે છે. વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન મોટા મોટા શોર્ટ રમવા માટે જાણીતા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પણ સિક્સનો વરસાદ જોવા મળી શકે છે.

આ મેચનું પ્રસારણ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે. ચાહકો ફ્રીમાં ડીડી ડીશ અને ડીડી સ્પોર્ટસ ચેનલ પર મફતમાં મેચ જોઈ શકે છે.(ALL Photo:/PTI)