Yashasvi Jaiswal Century: યશસ્વી જયસ્વાલ ફોર્મમાં પાછો ફર્યો, ટેસ્ટ સીરિઝ પહેલા ન્યુઝીલેન્ડમાં સદી ફટકારી, 5000 રન પણ પૂર્ણ કર્યા

IND A vs NZ A, Yashasvi Jaiswal Century: જેની રાહ જોવાય રહી હતી. તે સમય આવી ગયો છે.યશસ્વી જયસ્વાલ પોતાના ખરાબ ફોર્મમાં બ્રેક લગાવી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા સદી ફટકારી છે.

| Updated on: Nov 03, 2026 | 9:35 AM
1 / 7
ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું ટેન્શન દુર થયું છે. ભારતીય ટીમનું ટેન્શન યશસ્વી જ્યસ્વાલના ફોર્મને લઈ હતુ. જે કેટલીક ઈનિગ્સમાં સારું જોવા મળ્યું ન હતુ. છેલ્લી 9 ઈનિગ્સમાંથી 4માં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.

2 / 7
 પરંતુ હવે બધું ઠીક થયું છે. એટલે કે,યશસ્વી જ્યસ્વાલ ફોર્મમાં પાછો ફર્યો છે. ન્યુઝીલેન્ડ એ વિરુદ્ધ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટના છેલ્લા દિવસે તેના બેટમાંથી સદી આવી છે. યશસ્વી માત્ર ધમાકેદાર સદી ફટકારી નથી પરંતુ ઈનિગ્સ દરમિયાન ક્રિકેટમાં પોતાના 5000 રન પુરા કર્યા છે.

3 / 7
યશસ્વી જયસ્વાલે ન્યુઝીલેન્ડ એ વિરુદ્ધ 119 બોલ પર પોતાની સદી પુરી કરી છે. તેમણે ફર્સ્ટ ક્લાસ કરિયરની 18 સદી પુરી કરી છે.

4 / 7
આ ઈનિગ્સ દરમિયાન યશસ્વીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના 5000 રન પુરા કર્યા છે. યશસ્વી જયસ્વાલે 5000 રન પોતાની 56મી ફર્સ્ટ ક્લાસ મેચની 102 ઈનિગ્સમાં બનાવ્યા છે.

5 / 7
 આ મેચની પહેલી ઇનિંગમાં ભારતે 346 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડ એ ટીમે 424 રન બનાવીને લીડ મેળવી હતી. હવે, બીજી ઇનિંગમાં, ભારતે 250 થી વધુ રન બનાવ્યા છે અને નોંધપાત્ર લીડ મેળવી છે.

6 / 7
બાકીના બેટ્સમેનો હજુ કેટલા રન બનાવી શકે છે અને ભારતીય કેપ્ટન ધ્રુવ જુરેલ ન્યુઝીલેન્ડ માટે કયો ટાર્ગેટ રાખે છે તે જોવાનું બાકી છે. આજે મેચનો ચોથો દિવસ છે, જેનો અર્થ છે કે મેચ ડ્રો થવાની શક્યતા વધુ છે.(ALL Photo: PTI)

7 / 7
24 વર્ષીય યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય બેટ્સમેન છે. તેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં સદી ફટકારી છે. આ તેનો ન્યૂઝીલેન્ડનો પહેલો છે. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડની પિચો પેસ બોલિંગને ખૂબ જ પસંદ કરે છે, જેના કારણે નવા બોલ સામે ટકી રહેવું મુશ્કેલ બને છે. તેથી, યશસ્વીનું ફોર્મમાં પાછા ફરવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.

Follow Us
Loading...
Unable to load recommendations.