
ભારતની રેલવે લાઈન દેશની સૌથી મોટી રેલવે લાઈન કહેવામાં આવે છે. ભારતમાં રેલવે નેટવર્ક એટલું મોટું છે કે, તમે દેશના એક ખુણેથી બીજા ખુણે સળતાથી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. આજે વંદે ભારત અને તેજસ જેવી અનેક એવી ટ્રેન ચાલી રહી છે. જેમાં સુંદર સુવિધાઓ આપવામાં આવે છે.

રેલવેમાં એસી સીટમાં આરમદાયક અને સફર શાનદાર રહે છે. એસી કોચમાં સફરદરમિયાન યાત્રિકોને બેડશીટ, તકિયા અને કંબલ આપવામાં આવે છે. કેટલીક વખત ઠંડી વધારે લાગવા પર શું એક્સ્ટ્રા ધાબળો મળી શકે તેના વિશે જાણીએ.

આમ તો રેલવેમાં સફળ કરવા માટે યાત્રિકો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવું ખુબ જરુરી હોય છે. જો એસીમાં સફર દરમિયાન તમને ઠંડી લાગી રહી છે. તો તમે ધાબળો લઈ શકો છો. આ વિશે રેલવેનો નિયમ જાણવો ખુબ જરુરી હોય છે.

આમ તો ટ્રેનમાં અનેક કોચ હોય છે. જેનું ભાડું અલગ હોય છે. દરેક કોચમાં સુવિધા મુજબ ભાડું હોય છે. એસી કોચમાં સફર કરતી વખતે જો તમને ઠંડી લાગી રહી છે. તો તમે કોચ અટેન્ડેટ પાસેથી એક્સ્ટ્રા કંબલ મંગાવી શકો છો. એકસ્ટ્રા કંબલ લેતી વખતે રેલવે દ્વારા તમારી પાસે કોઈ વધારાનો ચાર્જ લેશે નહી.

પરંતુ હા જો અટેન્ડેટ પાસે એક્સ્ટ્રા કંબલ હશે. તો તમને જરુર આપશે. જો તેની પાસે એક્સ્ટ્રા કંબલ નહી હોય તો તે આપશે નહી. જો તેની પાસે છે છતાં આપી રહ્યો નથી. તો તમે રેલવેમાં ફરિયાદ કરી શકો છો. રેલવેને ટ્વિટ કરી ટેગ કરી શકો છો. (All Photo: PTI)