એડિનબર્ગમાં ચાલી રહેલી આઈસીસીની વર્ષની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. 8 જુલાઈથી 11 જુલાઈ સુધી ચાલેલી આ બેઠકમાં આઈસીસીમાં કેટલાક મોટા નિર્ણય લીધા છે. જે વનડે ક્રિકેટ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સાથે જોડાયેલા છે.

આઈસીસીએ વર્ષની બેઠકમાં USA ક્રિકેટ અને કેનેડા ક્રિકેટને લઈ પોતાનો નિર્ણય જાળવી રાખ્યો છે.

જેમાં આ બંને ક્રિકેટ બોર્ડ હજુ સસ્પેન્ડ રાખવાની વાત કરી છે.

ICC એ જણાવ્યું હતું કે હાલમાં તેનો ODI ક્રિકેટમાં ઓવરની સંખ્યા ઘટાડવાનો કોઈ ઈરાદો નથી. ODI માં રસ વધારવા માટે ઓવરની મર્યાદા 50 થી ઘટાડીને 40 કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, ICC હાલમાં આવું કરવાના મૂડમાં નથી.

ICCની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટીમની સંખ્યા વધારીને 9 થી 12 કરવાનો પ્લાન છે.એવી પણ વાતો ચાલી રહી હતી કે,WTCમાં અફઘાનિસ્તાન ઝિમ્બાબ્વે અને આયરલેન્ડને પણ સામેલ કરી શકાય છે. પરંતુ વર્ષની બેઠકમાં આ વિશે આઈસીસીને કોઈ રસ નથી.