રાજ્યનું નામ બદલવા માટે કેટલો ખર્ચ થાય છે? આંકડા જોઈ ચોંકી જશો

સ્વતંત્ર ભારતમાં ઘણા રાજ્યોના નામ બદલવામાં આવ્યા છે. રાજ્યોના નામ બદલવા માટે કેટલો ખર્ચ થાય છે? આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ. કેટલાક રિપોર્ટ અનુસાર આ આંકડો 100 કરોડ રુપિય સુધીનો અંદાજ છે.

| Updated on: Nov 25, 2026 | 11:35 AM
1 / 8
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનું નામ બદલવાના પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને હવે તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

2 / 8
લોકો ઘણીવાર પૂછે છે, "જ્યારે સરકાર કોઈ શહેર કે રાજ્યનું નામ બદલે છે, ત્યારે તેનો કેટલો ખર્ચ થાય છે?" શું તે મફત છે, કે પછી સરકારે નોંધપાત્ર રકમ ખર્ચવી પડે છે? ચાલો જાણીએ કે રાજ્યનું નામ બદલવા માટે કેટલા પૈસા ખર્ચ થાય છે.

3 / 8
દેશના કોઈપણ રાજ્ય કે મુખ્ય શહેરનું નામ બદલવું એ કોઈ નાનું કામ નથી, પરંતુ એક મોટું વહીવટી અને નાણાકીય કાર્ય છે. જો તમને લાગે છે કે સરકાર કોઈપણ ખર્ચ કર્યા વિના કોઈપણ સ્થળનું નામ બદલી શકે છે, તો તે વાત સાવ ખોટી છે.

4 / 8
મીડિયા રિપોર્ટ અનુસાર કોઈ પણ રાજ્યનું નામ બદલવામાં અંદાજે 300 થી 500 કરોડ રુપિયા કે તેનાથી વધારે ખર્ચો થઈ શકે છે. કેટલાક રિપોર્ટ અનુસાર આ આંકડો 100 કરોડ રુપિય સુધીનો અંદાજ છે.

5 / 8
હવે સવાલ એ થાય છે કે, આટલો ખર્ચો કેમ થાય છે?  તમને જણાવી દઈએ કે, આ ખર્ચોમાં રસ્તાઓ, હાઈવ અને સરકારી બિલ્ડિંગના સાઈનબોર્ડ બદલવા, રેલવે સ્ટેશનો, એરપોર્ટ, બસ સ્ટેન્ડ પર બોડ નવા નામ સાથે બદલવા,સરકારી ડોક્યુમેન્ટ , સ્ટેશનરી ,પાસપોર્ટ , આધાર વોટર આઈડી, લાઈસન્સ, મેપ અને અનેક પ્રકારના ડેટાબેસમાં બદલવામાં આવે છે.

6 / 8
શું તમે અંદાજો લગાવી શકો છો. કે, જ્યારે કોઈ મોટા રાજ્યની વાત હોય. તો ત્યાં કેટલો ખર્ચો આવશે.મીડિયા રિપોર્ટ અનુસાર યુપી સરકારે જ્યારેઅલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેને 300 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડ્યો. આટલું જ નહી બોમ્બેને મુંબઈમાં રૂપાંતરિત કરવા માટે, રેલવેએ ફક્ત સાઇનબોર્ડ પર 2.5 કરોડ રૂપિયા ખર્ચ્યા.

7 / 8
જિલ્લા, સ્થળ, શહેર, શેરી અથવા રાજ્યનું નામ બદલવાનો ખર્ચ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે તેનું ભૌગોલિક સ્થાન, ઓફિસોની સંખ્યા અને વાહનોની સંખ્યા. જોકે, એક અંદાજ મુજબ 200 કરોડ થી 500 કરોડ રૂપિયા અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.

8 / 8
રાજ્યની વાત કરીએ તો, તેનું નામ બદલવાનો ખર્ચ તેના કદ, વિસ્તાર અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિષ્ઠા પર પણ આધાર રાખે છે.(ALL Photo: Canva/ AI)

Follow Us
Loading...
Unable to load recommendations.