
કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર આ કરાર એક વૈશ્વિક મલ્ટીનેશનલ કોર્પોરેશન સાથે કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઈ-ફાઇબર કાઉન્ટ ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ સપ્લાય કરવામાં આવશે. ઓર્ડર કંપનીની વિદેશી સંપૂર્ણ માલિકીની સહાયક કંપની મારફતે પૂર્ણ કરવામાં આવશે. ( Credits: AI Generated )

આ કરાર મુજબ દર વર્ષે મોટી માત્રામાં ફાઈબર કિલોમીટર (FKM) ઓપ્ટિકલ ફાઈબર કેબલ સપ્લાય કરવામાં આવશે. શરૂઆતમાં આ સપ્લાય CY26 થી CY28 દરમિયાન કરવામાં આવશે. જો કામગીરી સંતોષકારક રહેશે તો આ કરાર આપમેળે CY29 અને CY30 સુધી લંબાઈ શકે છે.

કંપનીએ જણાવ્યું છે કે ખરીદીના ઓર્ડર પ્રોજેક્ટ અને સ્પેસિફિકેશન મુજબ સમયાંતરે આપવામાં આવશે. આ કરાર હેઠળ કંપની ગ્રાહકની જરૂરીયાત મુજબ કસ્ટમ સ્પેસિફિકેશન પ્રમાણે OFC સપ્લાય કરશે. આ ઓર્ડર આંતરરાષ્ટ્રીય બજાર માટેનો હોવાથી કંપનીની વૈશ્વિક હાજરી વધુ મજબૂત થવાની સંભાવના છે.

ઉદ્યોગ વિશ્લેષકોનું માનવું છે કે આ મોટો કરાર કંપની માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. વિશ્વમાં થોડા જ ઉત્પાદકો પાસે આ પ્રકારની ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતા છે. આ ડીલથી HFCL ની સ્પર્ધાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે અને આગામી વર્ષોમાં કંપનીના વૃદ્ધિ દરને પણ ટેકો મળી શકે છે.

ભારતીય ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જાણીતી કંપની HFCL Limited ના શેર હાલમાં રોકાણકારોમાં ચર્ચામાં છે. હાલમાં કંપનીનો શેર ભાવ લગભગ ₹74.8 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ અંદાજે ₹11,457 કરોડ છે. શેરનો P/E રેશિયો 221 છે, જ્યારે બુક વેલ્યુ લગભગ ₹27 છે. કંપનીનો ROCE 7.55% અને ROE 4.42% દર્શાવે છે કે કંપની હજુ વૃદ્ધિના સ્ટેજમાં છે. ( Credits: AI Generated )

કંપની પાસે લગભગ ₹3,987 કરોડના રિઝર્વ છે જ્યારે કુલ દેવું અંદાજે ₹1,580 કરોડ છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરધારકોની સંખ્યા વધીને લગભગ 8.42 લાખ સુધી પહોંચી છે, જે રોકાણકારોની વધતી રસ દર્શાવે છે. હાલમાં શેરનો 52-વિક હાઈ ₹94 અને લો ₹59.8 રહ્યો છે. નિષ્ણાતો મુજબ, કંપનીના નવા મોટા ઓર્ડર અને ટેલિકોમ સેક્ટરમાં વધતી માંગને કારણે આવનારા સમયમાં આ શેર પર રોકાણકારોની નજર રહેવાની સંભાવના છે. ( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) ( Credits: AI Generated )