
ફેમસ સિંગર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદના સહ-માલિક કાવ્યા મારન બુધવાર, 11 નવેમ્બર, 2026 ના રોજ ગ્રીસમાં એક ખાનગી ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્નગ્રંથિથી જોડાયા.

અનિરુદ્ધ અને કાવ્યાએ તેમના લગ્નનો પતિ-પત્ની તરીકેનો પહેલો ફોટો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ સમારોહનો પહેલો ફોટો, જેમાં નવદંપતી સુંદર આઉટફિટમાં સ્માઈલ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

તેઓ સફેદ ફૂલોથી શણગારેલા સ્થળની વચ્ચે હાથ પકડીને જોવા મળે છે. અનિરુદ્ધ અને કાવ્યાએ તેમની સ્ટાઈલ સિમ્પલ રાખી હતી,

અનિરુદ્ધ રવિચંદરે પોતાની પત્ની કાવ્યા મારન સાથે ઈનસ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા કહ્યું મારી જિંદગીનો ખાસ એક પળ, જે હંમેશા માટે છે. 11.11 તેમજ સાથે હાર્ટ ઈમોજી પણ એડ કરી છે. ગ્રીસમાં જશ્નની શરુઆત 10 નવેમ્બરના રોજ એક પારંપારિક સગાઈ સમારોહની સાથે થઈ હતી.

સન પિક્ચર્સે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી અનિરુદ્ધ અને કાવ્યા મારનને લગ્નની શુભકામના પાઠવી હતી. પોસ્ટમાં લખ્યું હતુ કે, કાવ્યા અને અનિરુદ્ધને લગ્નની શુભકામનાઓ.

ગ્રીસમાં લગ્ન પછી અનિરુદ્ધ અને કાવ્યા મારન 21 નવેમ્બરના રોજ ચેન્નાઈમાં એક રિસ્પેશનનું આયોજન કરશે. જેમાં તેલગણાના મુખ્યમંત્રી દ્વારા શેર કરેલી એક પોસ્ટમાં આ રિસેપ્શનની તારીખ કન્ફોર્મ થઈ છે.

"વ્હાય ધીસ કોલાવેરી દી" થી ફેમસ થયેલા અને "જેલર," "વિક્રમ," "લિયો," અને "જવાન" જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે સુપરહિટ ગીતો આપનાર અનિરુદ્ધ રવિચંદરે "જેલર 2" માટે એક સુંદર ગીત પણ ગાયું હતું.

કાવ્યા મારન સન ટીવી નેટવર્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે.