
આદિત્ય ધર અને યામી ગૌતમ હવે બોલિવુડનું પાવર કપલ છે એક બાજુ આદિત્ય ધર નિર્દેશનમાં ધમાલ મચાવે છે. તો બીજી બાજુ અભિનેત્રી યામી ગૌતમ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલમાં સ્થાન બનાવી ચૂકી છે. યામી ગૌતમને આર્ટિકલ 370 માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે.

હવે આ પાવર કપલ વધુ એક કારણે ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, યામી ગૌતમ અને આદિત્ય ધર મુંબઈ છોડી હિમાચલ પ્રદેશમાં રહેવા જઈ રહ્યું છે. અહી યામીનું પિયરીયું છે. બંને આ નિર્ણય લાઈમલાઈટથી દુર શાંત જીવન જીવવા માટે લીધો છે.

એક રિપોર્ટ મુજબ યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય માત્ર કામકાજ માટે હિમાચલથી મુંબઈ આવશે. તમને જણાવી દઈએ કે, બંનેએ 2021માં હિમાચલ પ્રદેશમાં લગ્ન કર્યા હતા.

હિમાચલ પ્રદેશ હંમેશા યામી ગૌતમ માટે ખાસ રહ્યું છે, કારણ કે તેના માતા-પિતા રહે છે. આદિત્ય ધર સાથે લગ્ન કરતા પહેલા, યામીએ ગોહર, મંડીમાં 25 એકરમાં ફેલાયેલી 100 વર્ષ જૂની વારસાગત મિલકત ખરીદી હતી, જે તેના બાળપણની યાદો સાથે ઊંડે સુધી જોડાયેલી હતી.

આદિત્ય ધર અને યામી ગૌતમે 2021 માં આ જ ઘરમાં લગ્ન કર્યા હતા, જેનાથી તે તેમના માટે વધુ ખાસ બન્યું હતું. પરિણામે, તેમણે હવે અહીં સ્થાયી થવાનું નક્કી કર્યું છે.

યામી ગૌતમનું 100 વર્ષ જૂનું હિમાચલી ઘર લાકડા અને પથ્થરથી બનેલું છે. આ ઘર બગીચાઓથી ઘેરાયેલું છે જ્યાં સફરજન અને પીચ થી લઈને આદુ સુધીની દરેક વસ્તુ ઉગાડવામાં આવે છે.

ઘરને લક્ઝરી લુક આપવાના બદલે યામીએ તેને સરળ રાખ્યું છે, જે તેની અનોખી વિશેષતા છે. ઘર સંપૂર્ણપણે હિમાચલી સ્ટાઈલમાં બનેલું છે. તેમાં કોઈ લક્ઝરી ફર્નિચર પણ નથી.