
આ સમયે ભગવાન શિવનું ધ્યાન કરતા સમયે ‘ૐ’ મંત્રનો જાપ કરવાથી મન એકાગ્ર બને છે અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે, સાથે સાથે મહાદેવની કૃપા પણ મળે છે ( Credits: Getty Images )

આ શુભ સમયે, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા મનને શાંત કરો અને માતા લક્ષ્મીના આ મંત્ર 'ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયે નમઃ ॥ નો મનથી જાપ કરો, જે તમને આર્થિક સમૃદ્ધિ અને દિવ્ય આશીર્વાદ આપે છે. ( Credits: Getty Images )

બ્રહ્મ મુહૂર્તમાં સંયમ અને સકારાત્મકતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન ખાવાની અને અસંયમિત ભાષા કે વિચારો ટાળવાથી મન-શરીરમાં શાંતિ અને શુદ્ધિ રહે છે. આ સમયે બ્રહ્મચર્યનું પાલન કરો અને આળસથી દુર રહો. ( Credits: Getty Images )

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ભક્તિભાવથી પૂજા-પાઠ અને મંત્રોના જાપ દ્વારા વ્યક્તિને આત્મિક શાંતિ મળે છે, સાથે સાથે ધનસંપત્તિમાં વૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )