
કેટલાંક દિવસો પહેલા બિટકોઇનનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર હતો. ટૂંકમાં કહીએ તો, બિટકોઇનનો $1,10,000ને પાર હતો. જો કે, ત્યારબાદ બિટકોઇનના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ ઘટાડો કોઈ એક ટાઈમફ્રેમમાં નહીં પણ સતત 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ, 1 કલાક, 2 કલાક અને 3 કલાક સુધીના તમામ ટાઈમફ્રેમ્સમાં નોંધાઈ રહ્યો છે.

ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ હતી. થોડા સમય માટે ક્રિપ્ટો સ્થિર રહ્યો હતો પણ સવારના 9:30 વાગ્યે ફરીથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને પછી તો ક્રિપ્ટોમાં સતત ઘટાડો જ જોવા મળ્યો.

હાલમાં માર્કેટમાં $1 લાખનું લેવલ દર્શાવાઈ રહ્યું છે જે એક નબળો સપોર્ટ કહેવાય. જો આ સપોર્ટ તૂટી જાય, તો ભાવ $92,000 સુધી જઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે, આગળ “તબાહી” થઈ શકે છે. ક્રિપ્ટોના ભાવમાં ઘટાડો થવો એ રોકાણકારો માટે એક 'રેડ એલર્ટ' છે.