
તેજ પ્રતાપે સ્વચ્છ રાજકારણને આગળ ધપાવવાના પોતાના ઇરાદાને દર્શાવતા, પોતાનો નવો પક્ષ, જનશક્તિ જનતા દળ (JJD) સ્થાપ્યો છે. હવે, બંને ભાઈઓ સામસામે છે. આ વખતે પરિણામો તેજ પ્રતાપ હાર્યા છે ત્યારે તેની રાજકીય કારકિર્દીની દિશા પણ નક્કી કરશે.

લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો ન ઘરનો રહ્યો ન ઘાટનો કારણ કે, એક તો તેની પર્સનલ લાઈફમાં પણ પત્નીને લઈ અનેક ઉતાર -ચઢાવ રહ્યા છે.

ત્યારે બીજી બાજુ પિતાએ પાર્ટીથી દુર કર્યા છે. ત્યારે તેમણે પોતાનું પોલિટિક્સ કરિયર પણ બરબાદ કર્યું છે. હાથે કરી પોતાના પગ પર જ કુહાડો મારવાનું કામ કર્યું છે.

તેજ પ્રતાપ યાદવ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી જેએસજેડી ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. તેમની ઉંમર 36 વર્ષ છે અને તેમણે 12મું ધોરણ પાસ કર્યું છે. તેમની સામે 8 કેસ નોંધાયેલા છે. તેમની કુલ સંપત્તિ 2.9 કરોડ રૂપિયા છે, જ્યારે તેમનું દેવું 0 રૂપિયા છે. (ALL Photo : PTI)