
સૂત્રોના જણાવ્યા અનુસાર સિનેમા ઘરોમાં પોપકોર્ન છૂટક વેચાય છે અને તેથી તેના પર રેસ્ટોરન્ટ સર્વિસ જેટલો જ પાંચ ટકાનો દર લાગુ રહેશે. જો કે આ માટે પોપકોર્ન સ્વતંત્ર રીતે સપ્લાય કરવું પડશે. GST હેઠળ, મીઠું અને મસાલા સાથેના પોપકોર્નને નમકીન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તેના પર પાંચ ટકા ટેક્સ લાગે છે. જ્યારે તે પ્રી-પેક્ડ અને લેબલ દ્વારા વેચવામાં આવે છે, ત્યારે તેનો દર 12 ટકા છે.

અમુક વસ્તુઓ સિવાય તમામ ખાંડની મીઠાઈઓ 18 ટકા જીએસટીને આધીન છે અને તેથી કેરામેલાઇઝ્ડ ખાંડ સાથેના પોપકોર્ન 18 ટકા જીએસટીને આધીન છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે મીઠું અને મસાલા ધરાવતા પોપકોર્ન પર વર્ગીકરણના વિવાદોને ઉકેલવા માટે સ્પષ્ટતા જાહેર કરવાની ભલામણ કરી હતી.